Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિષયમાં પણ સમજવું તે બને નદીઓ શિખરી પર્વતના પૂર્વ પશ્ચિમ ભાગમાંથી નીકળે છે. લેક બિન્દુસાર નામના પૂર્વના અધ્યયન કહ્યાં છે,
ભાવાર્થ—આ સૂત્રદ્વારા સૂત્રકારે પચીશ સંખ્યાવાળાં સમવાયાંગ બતાવ્યાં છે. પ્રત્યેક મહાવ્રતની પાંચ, પાંચ, ભાવનાઓ ગણતા પાંચ મહાવ્રતની કુલ ૨૫ પચીસ ભાવનાઓ થાય છે. તેનું તાત્પર્ય ટૂંકાણમાં આ પ્રમાણે છે – કેઈને પણ કલેશ ન પહોંચે તે રીતે ધ્યાન રાખીને ચાલવું તેનું નામ “ નિતિ” છે. મનને અશુભ ધ્યાનથી બચાવીને શુભધ્યાનમાં પરોવવું તેનું નામ “મનોણિ છે. નિર્દોષ આહાર પાણી લેવા અને લીધા પછી પણ અવલોકન કરીને પ્રકાશયુકત પાત્રમાં આહાર પાણી કરવાં તેનું નામ જાપાનમોનર છે. વસ્તુને લેતી વખતે અને મૂકતી વખતે અવકન અથવા પ્રમાર્જન આદિ દ્વારા યતના પૂર્વક લેવી મૂકવી તેનું નામ આકારમાં બત્રનિક્ષેપણમિતિ છે, આ પાંચ ભાવનાઓ પહેલા મહાવ્રતની છે. બીજા સત્ય મહાવ્રતની ભાવનાઓનું તાત્પર્ય આ પ્રમાણે છે. (૧) વિચાર પૂર્વક બોલવું તેનું નામ અનુવીર ભાષા છે. કોધ, લોભ, ભય, અને હાસ્યનો ત્યાગ કરે તે ક્રોધ વિવેક, લેભ વિવેક, ભય વિવેક અને હાસ્ય વિવેક છે. ત્રીજા મહાવ્રતની ભાવનાઓનું તાત્પર્ય પિતાના ઉપગને માટે જરૂરી તૃણ કાષ્ઠ આદિ પદાર્થો તેના માલિકની આજ્ઞા લઈને લેવાં તે “અવગ્રહાનુજ્ઞાપનતા' કહેવાય છે, વસ્તુના માલિક પાસેથી વસ્તુની યાચના કરતી વખતે જ અવગ્રહોનું પરિણામ પ્રમાણ નકકી કરી લેવું કે હું આટલી જગ્યામાં જ રહેલ તૃણ કાષ્ઠ આદિ લઈશ, તે ભાવનાને “અaરદ રમજ્ઞાન કહે છે. આવશ્યક વસ્તુની પોતે જ વસ્તુના માલિક પાસે યાચના કરવી બીજા પાસે ન કરાવવી તે ભાવનાને “વાવ ઝવદશાજન” કહે છે. પોતે દાતા પાસે યાચના ન કરતાં બીજા પાસે યાચના કરાવીને વસ્તુ લેવાથી અદત્તાદાન દોષ લાગે છે, તથા વિરોધ, કલેશ આદિ દેશોની પણ શક્યતા રહે છે. પહેલાં કોઈ બીજા સાધુને માટે સાધમી પાસેથી વસ્ત્ર પાત્ર આદિ લીધાં હોય અને તે સાધનોને પિતાના ઉપયોગમાં લેવાનો પ્રસંગ આવી પડે તો તે સાધમની પાસે જ તેની યાચના કરવી તેને સાધમની પાસે અવગ્રહ યાચન કર્યું કહેવાય. વિધિ પૂર્વક આહાર પાણી આદિ લાવ્યા પછી ગુરુને બતાવીને તથા તેમની આજ્ઞા મેળવીને જ તેને પિતાના ઉપયોગમાં લેવા અને બીજા સાધુઓની સાથે બેસીને તેનો પરિભોગ કરે તેને અનgrfuતનમનન કહે છે. આ પાંચ ભાવનાઓ અચૌર્ય મહાવતની છે. ચોથા મહાવ્રતની ભાવનાઓનો અર્થ સૂત્રની ટીકામાં જ આપી દીધું છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૭