Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ જ પ્રમાણે પાંચમાં મહાવ્રતની પાંચ ભાવનાઓનો અર્થ પણ સૂત્રની ટીકાના અર્થમાં આપી દીધા છે. હવે નામકર્મની જે પચીશ ઉત્તર પ્રકૃતિ છે કે જેને અપર્યાપ્ત અવસ્થાવાળા સંકિલષ્ટ પરિણામના ધારક વિકલન્દ્રિય-મિઆદૃષ્ટિ જીવ બાંધે છે, તેમનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, [૧] જીવને તિર્યંચગતિમાં ઉત્પન્ન કરાવનાર કર્મતિયગગતિ નામક છે.(૨)દ્વીન્દ્રિયથી ચૌઈન્દ્રિય સુધીના જીવન વિકલેન્દ્રિય જીવો કહે છે. તેમાં જન્મ કર વનાર કર્મને વિકસેન્દ્રિય જાતિનામકર્મ કહે છે. (૩) દારિક શરીર નામ કર્મના ઉદયથી ઔદારિક શરીરની રચના થાય છે. [૪] તેજસ નામકર્મના ઉદયથી તેજસ શરીરની રચના થાય છે.(૫)કાર્માણ શરીર નામકર્મના ઉદયથી કામણ શરીરની રચના થાય છે (૬) હુંડક સંસ્થાન નામકર્મના ઉદયથી શરીરનાં અવયે અસંપૂર્ણ અને વિકૃત બને છે. [૭સાત થી આઠ] જેમાં મર્કટબંધ, વેપ્ટન અને કીલકથી રહિત હાડકાં હોય છે તેને સેવાત્ત સંહનન કહે છે. આ સંહનન સેવાd સંહનન નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. (૯) જે કર્મના ઉદયથી શરીરનાં શુકલ આદિ વણ ઉત્પન્ન થાય છે તે કમને વર્ણનામ કર્મ કહે છે. (૧૦) જે કર્મના ઉદયથી શરીરમાં ગંધનું નિર્માણ થાય છે તે કર્મને ગંધનામકર્મ કહે છે. (૧૧) એ જ રીતે રસના હેતુ ભૂત કર્મને રસનામકર્મ કહે છે, ૨(૧૨) સ્પર્શના હેતુભૂત કર્મને સ્પર્શ નામકર્મ કહે છે [૧૩) વિગ્રહ ગતિમાં જેના ઉદયથી તિર્યંચનો આકાર રહે તે કમેને તિગૂગત્યાનુપૂવ કહે છે. (૧૪) જેના ઉદયથી શરીર ગુરુ અથવા લઘુ પરિણામ પ્રાપ્ત ન કરતાં અગુરુ લઘુરૂપે પરિણમે છે, તે કર્મને અગુરુ લઘુનામ કમી કહે છે. (૧૫) જે કર્મના ઉદયથી પિતાનું મૃત્યુ કરાવનાર રળી આદિ ઉપઘાત કારી અવયની પ્રાપ્તિ થાય તે કમને ઉપઘાત નામ કમી કહે છે. (૧૬) જે કમના ઉદયથી સ્વતંત્ર રીતે ગમન કરવાની શકિત પ્રાપ્ત થાય, તે કમને ત્રણ નામ કર્મ કહે છે (૧૭) જે કર્મના ઉદયથી જેને ચર્મચક્ષુ ગોચર બાદર શરીરની પ્રાપ્તિ થાય, તે કમને બાદર શરીર નામકર્મ કહે છે. (૧૮) જે કમના ઉદયથી જીવની પિતાની યોગ્ય પર્યાતિયો પૂર્ણ ન થાય તે કર્મને અપર્યાપ્ત નામકર્મ કહે છે. (૧૯) જેના ઉદયથી જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય, તેમને પ્રત્યેક શરીર નામ કમી કહે છે. [૨] જેના ઉદયથી જિહવા આદિ અસ્થિર અવયવ પ્રાપ્ત થાય છે તે કર્મને અસ્થિર નામ કર્મ કહે છે. [૨૧] જેના ઉદયથી નાભિની નીચેનાં અવય અપ્રશસ્ત હોય તે કર્મને અશુભ નામ કર્મ કહે છે. (૨૨) જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ સૌને પ્રિય થવાય નહીં, તે કમને દુર્ભગ નામ કમી કહે છે. (૨૩) જેના ઉદયથી જગતમાં માનની પ્રાપ્તિ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૮