Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉન્નીસવે સમવાય મેં નારયિોં કે સ્થિત્યાદિ કા નિરૂપણ
ટીકાર્થ-જુનીસેળ ફરવારિ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ઓગણસ પલ્યોપમની કહી છે. છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ એગણીસ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવેમાં કેટલાક દેવેની સ્થિતિ ઓગણીસ ૫૫મની કહી છે. સૌધર્મ, અને ઈશાન, એ બે કલ્પમાં કેટલાક દેવની સ્થિતિ એગણીસ પલ્યોપમની કહી છે. આનતકલ્પમાં કેટલાક દેની ઉત્કૃષ્ટ સ્થિતિ એગણીસ સાગરોપમની કહી છે. પ્રાણુત નામના દશમાં કલ્પમાં કેટલાક દેવેની જધન્ય સ્થિતિ ઓગણીસ સાગરોપમની કહી છે. જે દે (૧) આનત, (૨) પ્રાણત (૨) નત, (૪) વિનત, (૫) ધન, (૫) સુષિર, (૭) ઈન્દ્ર, (૮) ઈદ્રકાન્ત, અને (૮) ઇન્દ્રોત્તર વાંસક, એ નવ વિમાનેમાં દેવની પયાથે ઉત્પન્ન થાય છે, તે દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરેપની હોય છે. તે દેવે ઓગણીસ અર્ધમાસમાં. સાડા નવ મહિને બ્રા આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેને ઓગણીસ હજાર વર્ષ વ્યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે દેવોમાં કેટલાક દે એવા હોય છે કે જે ૧૯ ભવ ગ્રહણ કર્યા પછી સિદ્ધિપદ પ્રાપ્ત કરશે, બુદ્ધ થશે, સંસારથી મુકત થશે, પરિનિવૃત્ત થશે, અને સમસ્ત દુખેને નાશ કરશે સૂ, ૪પ
બીસવે સમવાય મેં બસ અસમાધિ સ્થાનાદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર વીસ સંખ્યાવાળાં સમવાય બતાવે છે –
वीसं असमाहि ठाणा पण्णत्ता इत्यादि ! ટીકાથ-અસમાધિનાં વીસ સ્થાને કહ્યાં છે, તે આ પ્રમાણે છે-જે અત્યંત ઝડપથી ચાલે છે તે આ પ્રથમ અસમાધિ સ્થાનના દેષને ભાગીદાર થાય છે. જે દિવસે અનેક જીથી છવાયેલા સ્થાનને પંજયા વિના ચાલે છે. તથા રાત્રે પણ જે પૂજ્યા વિના ચાલે છે તે બીજા અસમાધિસ્થાનના દેવને ભાગીદાર બને છે. સારી રીતે પુજ્ય
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૧૦