Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન્તરિક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવને અગિયાર હજાર વર્ષ બાદ આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક ભવસિદ્ધિક હોય છે, જે અગિયાર ભવ કર્યા પછી સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરશે, આત્મિક અનંત જ્ઞાનાદિક ગુણોના ભેંકતા થશે, સમસ્ત કર્મોથી છૂટી જશે, દરેક રીતે કૃતકૃત્ય થશે, અને સમસ્ત દુઃખને અન્ત કરી નાખશે જાસૂ. ૩
બારહવે સમવાય મેં ભિક્ષુપ્રતિમા આદિકા નિરૂપણ
હવે સૂત્રકાર બારમું સમવાય પ્રગટ કરે છે– “વારત રાહ! ટીકાઈ–બાર ભિક્ષુ પ્રતિમાઓ હોય છે, જે આ પ્રમાણે છે–પ્રથમ ભિક્ષુપ્રતિમા એક માસની, બીજી ભિક્ષુપ્રતિમા બે માસની, ત્રીજી ભિક્ષુપ્રતિમા ત્રણ માસની, અને ચોથી ભિક્ષુપ્રતિમા ચાર માસની હોય છે. એક માસની જે ભિક્ષુપ્રતિમા છે છે તેનું સેવન કરનાર ભિક્ષુ એ એક માસ સુધી દરરોજ અન્નપાનની એક એક દત્તિ (ધારી એક વાર ખંડિત થાય ત્યારે એક દત્તિ થઈ ગણાય છે) લેવાની હોય છે. બીજી ભિક્ષુપ્રતિમા કે જેનું આરાધન બે માસ સુધી કરવાનું હોય છે, તેમાં અન્નની બે દત્તિ અને પાન પેય પદાર્થ) ની બે દક્તિ દરરોજ ગ્રહણ કરાય છે. ત્રીજી ભિક્ષપ્રતિમાને આરાધન કાળ ત્રણ માસને છે. તેમાં દરરોજ અન્નપાનની ત્રણ ત્રણ દક્તિ લેવામાં આવે છે. એ જ પ્રમાણે ચ ર માસની ભિક્ષુપ્રતિમામાં, પાંચ માસની ભિક્ષપ્રતિમામાં, છ માસની ભિક્ષુપ્રતિમામાં અને સાત માસની ભિક્ષુપ્રતિમામાં અન્ન પાનની અનુક્રમે ચાર, પાચ, છ અને સાત માસ સુધી, ચાર, પાંચ છ અને સાત દત્તિ ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે એ સાત ભિક્ષુપ્રતિમાઓમાં અનુક્રમે અન્નપાનની એકથી લઈને દત્તિ વધતી વધતી સાત માસની અવધિવાળી સાતમી ભિપ્રતિમામાં અન્નપાનની સાત સાત દૃત્તિઓ ગ્રહણ કરાય છે. ત્યાર બાદ આઠમા માસના પહેલા અઠવાડિયામાં પ્રથમ ભિક્ષુપ્રતિમા એટલે કે આઠમી પ્રતિમાનું આરાધન કરાય છે. તેની આરાધનાનો સમય સાત દિન-રાતને છે. તે પ્રતિમાને આરાધક ચતુર્થભકતની (વિહાર) તપસ્યા કરે છે, ગામની બહાર રહે છે, ઉત્તાન
શ્રી સમવાયાંગ સૂત્ર
૭૪