Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિ આસને બેસે છે. બીજી પ્રતિમા–એટલે કે નવમી ભિક્ષુ પ્રતિમાની આરાધન ના કાળ આઠમા માસના બીજા સપ્તાહના છે. તેની આરાધના માટે આાધક ઉત્કટુક (ઉભા પગે બેસવુ તે) આદિ આસને બેસે છે. અને બાકીની બધી વિધિ આઠમી પ્રતિમા જેવી જ છે. દસમી ભિક્ષુપ્રતિમાના આરાધન કાળ આઠમા માસનું ત્રીજી સપ્તાહ છે. આઠમા માસના ત્રીજા સપ્તાહમાં આ પ્રતિમાની આરાધના સાત દિનરાત કરાય છે. તેના આરાધક વીરાસન આદિ આસને બેસે છે. આ રીતે એકવીસ દિનરાતમાં આઠમી, નવમી અને દસમી પ્રતિમાઓનું આાધન સમાપ્ત થાય છે. બાવીસમે દિવસે અગિયારમી ભિક્ષુપ્રતિમાનું આરાધન થાય છે. તેના આરાધન કાળ એક દિનરાતના છે. તેની આરાધનામા ભકતની (બે ઉપવાસ) તપસ્યા કરવામાં આવે છે. બારમી પ્રતિમાને! આરાધન કાળ એક રાતના છે. તેમાં અષ્ટભકતની-ત્રણ ઉપવાસ (આઠમની) છેલ્લી રાત્રે બન્ને હાથ લટકતા રાખીને ઉભા રહેવુ પડે છે; બન્ને પગ એક બીજા સાથે જોડાયેલા રહે છે, શરીર થેડું' ઝુકતુ રહે અને નેત્ર અપલક રહે છે. આ વિષયમાં વધુ જાણવાની ઇચ્છા વાળા જિજ્ઞાસુઓએ દશાશ્રુત સ્કંધની દસમાં અધ્યયનની અમે લખેલી મુનિહર્ષિણી નામની ટીકા જોઇ જવી. આર પ્રકારના સભાગ હોય છે. સમાન સમાચારી સાધુએના એક મડળીમાં જે આહારાદિ વ્યવહાર થાય છે તેનું નામ સભાગ છે. સંભાગના ખાર પ્રકાર છેતે આ પ્રમાણે છે-(૧) ઉપધિ-વસ્ત્ર, પાત્ર આદિ (૨) શ્રુત, (૩) ભકતપાન, (૪) અજલિપ્રગ્રહ, (૫) દાન, (૬) નિકાચ, (૭) અભ્યુત્થાન, (૮) કૃ તકર્મ કરણ, (૯) વૈયાવૃત્યકરણ, (૧૦) સમવસરણ, (૧૧) સ ંનિષદ્યા અને (૧) કથા પ્રબન્ધન ધસંમોન—ઉત્પાદન એષણા દોષથી રહિત વસ્ત્ર પાત્ર આદિ વિશુદ્ધ ઉપધિને સભાગિક સાધુની સાથે ગ્રહણ કરતા સ લેાગિક સાધુ શુદ્ધ હોય છે, અને ઉત્પાદન એષણા દોષથી યુકત ઉપષિને ગ્રહણ કરતા અશુદ્ધ હૈાય છે. આ પ્રમાણે
શ્રી સમવાયાંગ સૂત્ર
૭૫