Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૨) તેરમે “વિત”િ નામને પરમધાર્મિક અસુર અત્યંત દુર્ગધ યુકત પરુ તથા લેહીથી ભરેલી વૈતરિણી નામની નદી પિતાની વિદિયાથી રચીને નારકીઓને દુઃખી કરે છે તે નદી ઘણી ભયંકર હોય છે. તેમાં જે પાણી હોય છે તે ખારું હોય છે, તથા ઓગાળેલા તામ્રરસ જેવું ગરમ હોય છે. તેને દેખાવ ધૃણાજનક હોય છે. [૧૩] ચૌદમાં “વફા ” નામને જે પરમધાર્મિક અસુર છે. તે ચીસ પાડીને મોટેથી રડતાં નારકીએને તીક્ષણ વજ કંટકથી છવાયેલ શમિલી આદિ ઊંચાં ઊંચા વૃક્ષે પર લટકાવીને ખેંચે છે, અને તેમનાં મસ્તક પર કરવત મૂકીને તેમને ચીરે છે, અથવા કુહાડીઓ વડે તેમને કાપે છે (૧૪) પંદરમે “ખરાબ” નામને પરમાધાર્મિક અસુર,
અતિશય પીડા થવાથી ભયભીત બનીને હરણાઓની જેમ આમ તેમ ભાગતા નારકીઓને, ઘેર ગર્જના કરીને પુશુઓની જેમ નરકાવાસમાં રેકી રાખે છે. (૧૫).
નેમિનાથ અહત પંદર ધનુષપ્રમાણ ઉંચા હતા. રાહુ બે પ્રકારના કહ્યા છે–(૧) પર્વ રાહુ અને (૨) વરાહુ પર્વરાહુ પૂનમ અને અમાવાસ્યાએ ચન્દ્ર અને સૂર્યને ઉપરત કરે છે–ગ્રસિત કરે છે. ચન્દ્રથી ચાર આંગળ જે નીચે સંચરે છે. તે ધવરાહુ છે તે કૃષ્ણપક્ષના પડવેથી લઈને પ્રતિદિન ક્રમશઃ ચન્દ્રમાની એક એક કલાને આચ્છાદિત કરતો રહે છે. તેનું આ કાર્ય પંદર દિવસ સુધી ચાલ્યા કરે છે. તે આ પ્રમાણે બને છે–પ તિથિએ પંદરમાંથી એક ભાગને, બીજની તિથિએ બીજા ભાગને, ત્રીજનીતિથિએ ત્રીજાના ભાગને ચોથની તિથિએ ચોથા ભાગને પાંચમે પાંચમાં ભાગને, છઠ્ઠની છઠ્ઠાભાગને, સાતમે સાતમા ભાગને, આઠમે આઠમા ભાગને તેમની તિથિએ નવમા ભાગને, દસમે દસમાં ભાગને, અગિયારસે અગિયારમાં ભાગને બારસે બારમા ભાગને, તેરશે, તેમાં ભાગને, ચૌદશે ચૌદમા ભાગને અને અમા વાસ્યાએ પંદરમાં ભાગને ઢાંકી દે છે. એ જ રીતે શુકલપક્ષમાં તે આચ્છાદિત પંદર ભાગમાંથી દરરોજ એક એક ભાગને પ્રગટ કરતો રહે છે. જેમકે અમાવાસ્યા પછી શુકલપક્ષની એકમે તે ચન્દ્રની પ્રથમ કલાને પ્રગટ કરે છે એ રીતે દરરોજ એક એક કલા પ્રગટ કરતાં પૂનમે પંદરમી કલા પ્રગટ કરે છે. નક્ષત્રે પંદક મુહૂર્ત સુધી સંયુકત કહેલાં છે, એટલે કે પંદર મુહૂર્ત સુધી છ નક્ષત્રેને ચન્દ્રની સાથે સંબંધ (ગ) રહે છે. તે છ નક્ષત્રો નીચે પ્રમાણે છે.
શતભિષ, ભરણ આ, આશ્લેષા, સ્વાતી અને જયેષ્ઠા નક્ષત્રો મુહૂર્ત સુધી સંબંધ રાખનાર કહ્યાં છે. ચિત્ર અને આસો માસમાં પન્દર મુહૂર્તને દિવસ થાય છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૯૩