Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પહોંચાડે છે. તે અસુરનું શરીર કાળું હોય છે, તેથી તેને “શ્યામ” કહે છે, (૩) ચિથે રાવણ' નામને પરમાધાર્મિક અસુર રંગે કાબરો હોય છે. તે મગદળ આદિથી નારકીઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખે છે. તેમનાં આંતરડાં તથા ચરબી આદિ બહાર કાઢી લે છે. (૪) પાંચમે ટ નામને પરમાધાર્મિક અસુર છે. જેવું તેનું નામ ભયંકર છે. તેવું જ ભયંકર તેનું કામ છે. તે નારકીઓને ચકકર ચકકર ઘુમાવીને આકાશમાં ઘણે જ દૂર દૂર ફેકે છે. અને જ્યારે તેઓ નીચે પડતાં હોય છે ત્યારે તે તેમને શકિત, તલવાર, તેમર આદિ અણિદાર શસ્ત્રો પર ઝીલી લે છે, આ રીતે પડવાથી તેઓ તેમાં વીંધાઈ જાય છે. (૫) છડ્રો જે ઉપરૌદ્ર નામને પરમાધાર્મિક અસુર છે તે નારકીઓના હાથ, પગ, આદિ અંગેને ફાડી નાખે છે, (૬) સાતમે જે #ા નામને પરમાધાર્મિક અસુર છે તે નારકીઓને વિવિધ પ્રકારની કુભિ તથા કુંડમાં પકાવે છે. તે અસુર રૂપે તથા રંગે કાળો હોય છે (૭). આઠમે “નંદવલાનામને જે પરમાધાર્મિક અસુર છે તે પૂર્વજન્મમાં જે જીવોએ માંસ આદિનું ભક્ષણ કર્યું હોય તે નારકીઓને તેમના જ પૃષ્ઠાદિ ભાગેનુ માંસ કાપી કાપીને ખવરાવે છે. તે રંગે અતિશય કાળે હોવાથી તેનું નામ મહાકાલ છે.(૮) નવમો લિપત્ર” નામને પરમાધાર્મિક અસુર છે. તે એ છે કે જે પોતાની વૈયિ શકિતથી તલવાર જેવાં પાન વાળાં વન બનાવે છે, અને તેની છાયાનું સેવન કરવાની ઈચ્છાથી તેની નીચે આવેલ નારકીઓનાં શરીરનાં વિકૃત વાતાજોલન પૂર્વક [પવનનું તેફાન ઉત્પન્ન કરીને અસિપત્રોને નીચે પાડીને ટુકડે ટુકડા કરી નાખે છે (૯). દસમો ઘર નામનો પરમાધાર્મિક અસુર ધનુષ્યમાંથી છડેલાં અર્ધચંદ્રાકાર બાણથી નારકીઓના હોઠ, કાન આદિ અવયનું છેદન કરે છે (૧૦) અગિયારમો “ માં” જાતિને પરમાધાર્મિક અસુર ઉષ્ટ્રાકારની કુંભિયમાં નારકીઓને ખરાબ રીતે પકાવે છે તથા મારે છે (૧૧) બારમે “વા નામને પરમધાર્મિક અસુર ભઠીમાં ગરમ કરેલ વજની રેતીમા નારકીઓને, શેકતી વખતે ફડ ફડ કરતા ચણાની માફક સેકે છે
શ્રી સમવાયાંગ સૂત્ર