Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પંદ્રહવે સમવાય મેં પંદ્રહ પરમાધર્મિકો કાનિરૂપણ
હવે સૂત્રકાર પંદર સંખ્યાવાળા સમવાયનું વર્ણન કરે છે–પન્નર ફત્યાર !
ટીકાથ–પંદર પરમધામિક દે હોય છે. તે પરમાધાર્મિક દેવ સદા સંકિંલષ્ટ પરિણામે વાળા હોય છે. તે એ પહેલી નરકથી લઈને ત્રીજ નરક સુધીના નારકીઓને પરસ્પર લડાવ્યા કરે છે તે પંદરનાં નામ નીચે પ્રમાણે છે–(૧) અમ્બ (૨) અમ્બરીષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) રુદ્ર, (૬) ઉપરુદ્ર, (૮) કાળ (૮) મહાકાળ, (૯) અસિપત્ર, (૧૦) ધનુ(૧૧) કુષ્ણ, (૧૨) બાલ, (૧૩ વિતરિણી, (૧૪) ખરસ્વર અને (૧૫) મહાઘોષ. તેમનામાં પહેલે જે અન્ય નામનો અસુર છે તે નારકીઓને આકાશમાં લઈ જઈને ત્યાંથી નીચે પાડે છે. અને ગળું પકડીને તેમને ખાડામાં નાખી દે છે. નારકી જીવ જ્યારે ઉપરથી ઊંધે માથે નીચે પડવા માંડે છે ત્યારે તે તેને વચ્ચેથી જ પકડીને શૂલાદિ દ્વારા છેદી નાખે છે અને પૂર્વકૃત પાપને યાદ કરાવીને તેને અનેક પ્રકારે કષ્ટ આપે છે.
બીજે જે “ગવરy” નામને અસુર છે તે નારકીઓને મગદળ આદિ વડે મારે છે અને કરવત આદિથી તેમના ટુકડે ટુકડા કરીને તેને ભઠ્ઠીમાં પકાવે છે. આવી રીતે ટુકડે ટુકડા થવાને કારણે મૂર્ણિત થયેલ નારકી એની ચામડીના એક એક પુટને કેળનાં સ્તંભની જેમ ફાડી ફાડીને તથા ઉપાડી ઉપાડીને તે તેમને ઘણું જ કષ્ટ આપે છે (૨) ત્રીજો પાન નામને પરમધાર્મિક અસુર છે તે ચાબુક વડે નારકીઓને ખૂબ મારે છે. તેમના હાથ, પગ આદિ અંગોને ખરાબ રીતે કાપી નાખે છે શૂળની અણિથી તેને વીંધી નાખે છે. તેને ઉપરથી વજી શિલા ઉપર પટકે છે તથા તેમને દોરડાં આદિથી બાંધીને લાત આદિના પ્રહારથી વધારેમાં વધારે કષ્ટ
શ્રી સમવાયાંગ સૂત્ર
૯૧