Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રથાને મેહનીયકર્મ તદ્દન ક્ષીણ થઈ જાય છે. તેનું બીજું નામ “ક્ષયવીતરાગ” પણ છે. આ ગુણસ્થાનની પ્રાપ્તિ Hપકને જ થાય છે તેને ઉત્કૃષ્ટ કાળ પણ એક અન્તમુહૂર્તને છે (૧૨) તેરમાં ગુણસ્થાનનું નામ રવિહી છે. આ ગુણસ્થાને જીવ મન, વચન, અને કાય એ ત્રણે ગોથી યુકત રહે છે, અને ઘાતિયા કને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. (૧૩) ચૌદમાં ગુણસ્થાનનું નામ
અવિરત છે. આ ગુણસ્થાને આત્મા ત્યારે જ પહોંચે છે કે જ્યારે તે ત્રણે ભેગોને નિરોધ કરી નાખે છે. તેમાં જીવની શલેશી અવસ્થા (અચલાયમાન અવસ્થા) થઈ જાય છે. પાંચ હૃસ્વ અક્ષરોનું ઉચ્ચારણ કરવામાં જેટલો સમય લાગે છે એટલા સમય સુધી જીવ આ ગુણસ્થાનમાં રહીને મોક્ષમાં ચાલ્યો જાય છે. (૧૪)
ભરત અને અરવત, એ દરેક ક્ષેત્રની જીવા–પ્રત્યંચા- (ધનુષ્યની દોરી) વિસ્તારની અપેક્ષાએ ચૌદ હજાર ચાસે એક (૧૪૪૦૧) જન અને એક જનના
ઓગણીસ ભાગમાંથી છ ભાગ (૬/૧૯) પ્રમાણ છે. એટલે કે ભારત અને અરવત એ બન્ને ક્ષેત્રે આરોપિત પ્રત્યંચા-દોરી ચડાવેલા ધનુષ્યના આકારના છે. તેથી તે પ્રત્યેકને જીવા હોય છે. ભરતક્ષેત્રની જવા હિમસ્પર્વતના દક્ષિણ પાર્શ્વભાગમાં રહેલ છે જે અનતર પ્રદેશશ્રેણી કહેવાય છે, એ જ પ્રમાણે એરવત ક્ષેત્રની પણ છવા છે, જે અન્તિમ શિખરી પર્વતના બીજા પાર્થભાગમાં સ્થિત છે અને તે પણ અનન્તર પ્રદેશ-શ્રેણીના નામથી વિખ્યાત છે. દરેક ચક્રવર્તી કે જે ચાતુરન્તભૂમી એટલે કે ત્રણ સમુદ્ર અને ચોથે હિમવાન એ ચાર અન્તવાળી ભૂમિના અધિપતિ હોય છે, તેમનાં ચૌદ ને નીચે પ્રમાણે હોય છે-(૧) સ્ત્રીરત્ન, (૨) સેનાપતિ રત્ન, (૩) ગાથા પતિન, (૪) પુરોહિતરત્ન, (૫) વદ્ધકિરન (૬) અશ્વરન, (૭) હસ્તિન, (૮) અસિરત્ન, (૯) દંડરત્ન, (૧૦) ચરતન, (૧૧) છત્રરત્ન, (૧૨) ચર્મરત્ન (૧૩) મણિરત્ન અને (૧૪) કાકિણીવન
કાષ્ઠાગાર (કોઠારનું રક્ષણ કરનારને ગાથાપતિ કહે છે ૩. શાંતિકર્મ આદિ કરનારને પુરોહિત કહે છે, જે રથાદિકનું નિર્માણ કરે છે તેને વદ્ધકિરન કહે છે પ.
શ્રી સમવાયાંગ સૂત્ર
૮૯