Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિપાદક હેવાથી આ અધ્યયનનું નામ “ના” પડયું. આ માર્ગ ભગવાનનાં વચન સ્વરૂપ છે, તેથી તેને પ્રવર્તક હોવાથી અને સ્વતઃ પ્રમાણભૂત હોવાથી તે સકલજનો દ્વારા ગ્રહણ કરાયેલ છે, તથા તેમાં બહુશ્રુત અશઠ સાધુઓના આચારોનું વર્ણન કરાયું છે, તેથી આ માર્ગ એ બન્નેનું સ્વરૂપ પ્રગટ કરે છે (૧૨) “નવસર ધાતુઓના અનેક અર્થ હોય છે. તે અપેક્ષાએ અહીં શબ્દના અર્થનું નિરૂપણ કરવું તેનું નામ સમવસરણ છે. આ અધ્યયનમાં ૩૬૩ પ્રવાદિના મતનું વર્ણન-નિરૂપણ કરાયું છે. તેથી આ અધ્યયનનું નામ “સમવસર છે. (૧૩) “નાથાતfથા આ અધ્યયનમાં જે વસ્તુનું જ સ્વરૂપ છે, તેનું પ્રતિપાદન કરાયું છે. તેથી આ અધ્યયનનું નામ “રાથથિ' રાખ્યું છે (૧૪) “બ્ધ આત્મા જેના દ્વારા બંધાય છે તેને ગ્રન્થ” કહે છે. દ્રવ્યગ્રન્થ અને ભાવગ્રન્થ આ રીતે ગ્રન્થના બે પ્રકાર કહેલ છે, આ બે પ્રકારના ગ્રન્થનું પ્રતિપાદક જે અધ્યયન છે તેનું નામ “ઝા છે. (૧૫) વનતી જે અધ્યયનનું પહેલું પદ શમતી છે, તે અધ્યયનનું નામ યમતીત ઉધ્યયન” છે. (૧૬) “નાથાપરા ' આ અધ્યયનમાં પૂર્વોકત પંદર અધ્યયનમાં કહેલ અર્થનું વર્ણન થયું છે, તેથી આ અધ્યયનનું નામ નાથાજો થાક થયું છે. સોળ કષાયે કહેલ છે. કર્મરૂપી ક્ષેત્રને જે સુખ દુઃખરૂપ ફળને યોગ્ય બનાવે છે, તેનું નામ કષાય છે. તે સેળ કષાઓ આ પ્રમાણે છે–(૧) અનંતાનુંબંધી ક્રોધ, (૨) અનંતાનુબંધી માન, (૩) અનંતાનુ બંધી માયા, (૪) અનંતાનું બંધી લોભ, (૫) અપ્રત્યાખ્યાન ક્રોધ. (૬) અપ્રત્યાખ્યાન માન, (૭) અપ્રત્યાખ્યાન માયા, (૮) અપ્રત્યાખ્યાન લેભ, (૯) પ્રત્યાખ્યાનાવરણ કીધ, (૧૦) પ્રત્યાખાનાવરણ માન (૧૧)પ્રત્યાખ્યાનાવણમાયા (૧૨) પ્રત્યાખ્યાનાવરણું લેભ, (૧૩) સંજવલન ક્રોધ, (૧૪) સંજવલન માન (૧૫) સંજવલન માયા અને (૧૬) સંજવલન લેભ, જેને અન્ત નથી એનું નામ અનન્ત સંસાર છે. અને તે સંસાર ચાર ગતિમાં જીવોને ભમણ કરવારૂપ છે. આ સંસારને જે અવિચ્છિન્ન કરવાના સ્વભાવવાળે હોય તેને અનંતાનુબંધી કષાય કહે છે. તેનું તાત્પર્ય એ છે કે જે કષાય જીવને માટે સંસારને અત્તરહિત કરી દે તે અનંતાનુબંધી કષાય છે. સમ્યગ
શ્રી સમવાયાંગ સૂત્ર
८८