Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિષ્ઠા પર ઘા કરનારૂં ગણે છે છતાં પણ તેમને તે કંઈ પણ કહી શકતો નથી. તે એમ જરૂર ઈચ છે છે કે મારા કૂળના ગૌરવને નાશ ન થાય, મારાં સુખ ભોગમાં કાંઇ વાંધો ન આવે. અને મારી સંપત્તિ સુરક્ષિત રહે, એ જ પ્રમાણે તે અવિરત સમ્યગ દષ્ટિ જીવ કુત્સિત કર્મોના જેવી અવિરતિને જાણે છે અને અમૃત જેવી વિરતિજન્ય સુખસૌંદર્યને અભિલાષી હોય છે છતાં પણ દંડ પાશિક સમાન દ્વિતીયકષાય અપ્રત્યાખ્યાનાવરણને આધીન થઈને વ્રત ધારણ કરવાનો ઉત્સાહ પણ કરી શકતા નથી. આ રીતે તે ચતુર્થ ગુણ સ્થાનમાં રહેનાર જીવ સમ્યકષ્ટિ તે હોય છે પણ વિરતિ ધારણ કરતા નથી. તેથી તેને અવિરતસમ્પણ કહેલ છે. (૪) પાંચમાં ગુણસ્થાનનું નામ વિતવિરત–દેશવિરત છે. આ ગુણસ્થાનમાં રહેલ જીવ શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરે છે. એટલે કે મન, વચન અને કાયથી ત્રસ હિંસાને તથા સ્કૂલ ના આદિનો-એટલે કે એકદેશની અપેક્ષાએ સાવદ્યોગને ત્યાગ કરે છે (૫) છઠ્ઠા ગુણસ્થાનનું નામ પ્રમત સંગત છે. તેમાં રહેલ જીવ થોડા પ્રમાણમાં પ્રમાદ વાળો રહે છે. (૬) સાતમાં ગુણસ્થાનનું નામ ગામતસંવત છે, તેમાં રહેલ જીવ સમસ્ત પ્રમાદથી રહિત બની જાય છે. (૭) નિતિ વધા તે આઠમું ગુણસ્થાન છે, આ ગુણસ્થાનમાં સમાન કાળે આ ગુણસ્થાનને ધારણ કરનાર વિવિધ જીના અધ્યવસાયમાં ભેદ રહે છે તેથી આ ગુણસ્થાન ભેદ પ્રધાન જે બાદરબાદરભંપરાય છે તે સ્વરૂપનું છે. તેનું નામ નિવૃત્તિ બાદર છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે–પ્રમાદ રહિત મુનિ જ્યારે ઉપશમશ્રેણી અથવા ક્ષપકશ્રેણી પર ચડવા લાગે છે. ત્યારે જે તે અનંતાનુબંધી કષાય સંબંધી ક્રોધાદિ ચાર પ્રકૃતિયોને અને દર્શન મેહનીય સંબંધી ત્રણ પ્રકૃતિને ક્ષય અથવા ઉપશમ કરી નાખે છે તે ક્ષય કરવાથી ક્ષપકશ્રેણી અને ઉપશમ કરવાથી ઉપશમ શ્રેણી માંડે છે. એનું જ નામ નિવૃત્તિ બાદર ગુણસ્થાન છે. તેનું બીજુ નામ અપૂર્વ સરળ છે. અપૂર્વ એટલે નવીની સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, અને સ્થિતિબંધ, એ પાંચ બાબતો
શ્રી સમવાયાંગ સૂત્ર