Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિશ્રામને માટે કેવો પ્રયત્ન કરૂ” તેનું નામ કિંકરતા છે. પાર્થસ્થ આદિ ધર્મથી ચલિત થયેલ સાધુને ફરી સાધુધર્મમાં સંસ્થાપિત કરવો, તેનું નામ ન્યાકરણ છે. અને ભેદભાવ રહિત થવું, તેનું નામ અવિભકિત છે. જ્યારે સાધુ પાધિસ્થ આદિ કરવા માંડે છે ત્યારે તે અશુદ્ધ થવાને કારણે અસંભેશ્ય થાય છે. પણ જે આગમન અનુસાર તે કિંકરતા અદિ કરે છે. તે તે શુદ્ધ હોવાથી સંભોગ્ય ગણાય છે. (૮) તિક સંમોજ- તે સંજોગને આઠમે ભેદ છે વિધિપૂર્વક વંદના કરનાર સાધુ શુદ્ધ અને સંજોગ્ય ગણાય છે, પણ અવિધિપૂર્વક કૃતિકર્મ કરનાર સુધી આગળ કહ્યું તેમ અશુદ્ધ અને અસંભેશ્ય મનાય છે. જ્યારે સાધુ વાના રેગથી પીડાવાને કારણે શારીરિક હલનચલન કરવાને અસમર્થ થાય છે, ત્યારે તે ઉત્થાન આદિ ક્રિયા કરવાને શકિતમાન હોતો નથી. આ પ્રકારની સ્થિતિમાં જે સૂત્રનું જ અખલિત આદિ ગુણ પૂર્વક ઉચ્ચારણ કરે છે. તેથી શિરનમન આદિ આવશ્યક ક્રિયાઓ બની શકે એટલા પ્રમાણમાં કરે છે. તે સાધુની આ પ્રકારની જે વંદનાવિધિ છે તે કપટ રહિત હોવાને કારણે તે સાધુ સંભોગ્ય જ ગણાય છે. (૯) વૈવાઘજૂ YOT –આ સંજોગને નવમે ભેદ છે. વૈયાવૃત્ય એટલે સાધનો એકત્ર કરીને અથવા પોતાની જાતને જ કામમાં લગાડીને શુશ્રષા કરવી. એ જ વાતને ટીકાકાર આ પ્રમાણે સમજાવે છે–આહાર, ઉપધિ, આદિ દેવાથી, પ્રસ્ત્રવણુ મૂત્ર આદિનું પરિ. ઠાપન કરવાને માટે દેવાથી. અધિકરણના ઉપશમનથી અથવા બીજી બાબતમાં મદદ કરીને ગુરૂ આદિને સહાય કરવી તેનું નામ વૈયાવૃત્ય છે, વૈયાવૃત્યની બાબતમાં પણ આગળ પ્રમાણે જ સંભોગ અને અસંગ થાય છે. (૧૦) સમવસરઅનેક સાધુઓનું એક જગ્યાએ રહેવું તેને સમવસરણ કહે છે તે બે પ્રકારનું છે. (૧) નિરવગ્રહ (૨) સાવગ્રહ નિરવગ્રહ સમવરસણ ક્ષેત્રને આધારે થાય છે, કારણ કે સાધુઓને વિહાર પ્રતિબંધ રહિત હોય છે. સાવગ્રહ સમવસરણ વસતિને (વસવાટ)
શ્રી સમવાયાંગ સૂત્ર
७८