Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાત પ્રતિમાઓના આચારનું પાલન કરેલ છે. અને એવો કેઇ પણ આરંભ કરતે નથી કે જેમાં છ કાયના જીની વિરાધના થાય (૮) નવમી પ્રતિમાનું નામ ગિરિજ્ઞાત છે. તેના પાલનને કાળ નવ માસને છે. તે પ્રતિમાના આરાધકે બીજા કે પાસે પણ છ કાયના જીવની વિરાધના થાય એ આરંભ કરાવવાને પરિત્યાગ કરે પડે છે. આ પ્રતિમાનું આરાધન કરનાર જીવ પૂર્વોકત આઠ પ્રતિમાઓના આચા૨નું પાલન કરતે કરતે આ પ્રતિમાનું પાલન કરનાર થાય છે (૯) દસમી પ્રતિમાનું નામ
દિદમવત્તપત્તિ છે. તે પાળનાર પિતાને નિમિતે આહાર બન્યું છે એવું જાણવા મળેથી તેને પરિત્યાગ કરે છે આ પ્રતિમાને આરાધક જીવ પિતાને માટે કોઈની પણ પાસે આહાર બનાવરાવતું નથી. તથા કેઈ તેના માટે આહાર બનાવે અને તે વાતની તેને ખબર પડે કે તેણે મારા નિમિત્તે આહાર બનાવ્યો છે, તે તે એવા આહારને પોતાના ઉપયોગમાં લેતે નથી-તેને પરિત્યાગ કરે છે, કારણ કે તે પ્રકારને આહાર આધાકર્મ આદિ દેષોથી દૂષિત ગણાય છે. તે અસ્સાથી પિતાના વાળ કપાવે છે. જે તેની ઈચ્છા થાય તો શિખા રાખી શકે છે. તેને કે ઘરના વિષયમાં પૂછે તે જે વિષયની તેને ખબર હોય તે વિષયને જવાબ “હા” મા આપે છે અને જે બાબતની તેને ખબર ન હોય તેને જવાબ “ના” માં આપે છે. આ પ્રતિમાની આરાધનાનો કાળ દસ માસને છે. (૧૦) અગિયારમી પ્રતિમાનું નામ “થમજપૂત” છે. જંબુસ્વામીને સમજાવતા સુધર્મા સ્વામી કહે છે કે “હે શ્રમણ આયુષ્યમન ! જબૂ! આ પૂર્વોકત પ્રકારની પ્રતિમાઓનું પાલન કરનાર શ્રાવક શ્રમણ જે થઈ જાય છે... અહીં મૃત શબ્દનો અર્થ “સમાન થાય છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે-જયારે તે પૂર્વોકત સઘળી પ્રતિમાઓનું પાલન કરવામાં નિષ્ણાત થઈ જાય છે ત્યારે સાધુ જે જ બની જાય છે--પછી ભલે તે વાળને અસ્ત્રા વડે મુંડાવતો હોય કે પોતે જ તેને લોચ કરતો હોય. પહેરવેશ સાધુ જેવો હોય છે. ઇસમિતિ આદિ પાંચ સમિતિઓનું પાલન કરતે એ તે જ્યારે ભિક્ષાને નિમિત્તે પિતાના કુટુંબીઓનાં ઘરે જાય છે ત્યારે તે આ પ્રમાણે બેલે છે “પ્રતિમા યુકત શ્રમણોપાસકને માટે ભિક્ષા આપે” જ્યારે તેને કોઈ પૂછે છે કે “તમે કે છે?” ત્યારે તે જવાબ આપે છે કે “હું શ્રમણોપાસક છું.” જે તેમને કોઇ વંદણ કરવા લાગે છે તે તે કહે છે કે “હું શ્રમણોપાસક શ્રાવક છું.” અગિયાર માસ સુધી આ પ્રતિમાનું પાલન કરવામાં આવે છે (૧૧)
શ્રી સમવાયાંગ સૂત્ર