Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાવદ્યોગને પરિત્યાગ કરે અને નિરવદ્યોગનું સેવન કરવું તેનું નામ સામાયિક છે. (૩) ઉષધોવાણનિત એ ચોથી પ્રતિમા છે. શ્રત ચારિત્રરૂપ ધર્મની જેનાથી પુષ્ટિ થાય તેનું નામ પિષધ છે. એટલે કે આહાર આદિના ત્યાગરૂપ જે અનુષ્ઠાન છે એનું નામ જ પિષધ છે. આ ત્યાગ પૂર્વક એક દિવસ અને એક રાત જે ઉપવાસ કરવો પડે છે તેને પિષધપવાસ કહે છે. અથવા આઠમ આદિ જે પર્વના દિવસે છે તેમનું નામ પિષધ છે. તે દિવસોમાં-ઉપવાસમાં આહાર, શરીર સંસ્કાર, અબ્રહ્મ, અને સાવઘવ્યાપાર, એ બાબતના ત્યાગપૂર્વક રહેવું તે પિષધોપવાસ કહેવાય છે. આ પ્રતિમા પાળવાનો સમય ચાર માસનો છે. આ પ્રતિમાની ઉપાસના કરનાર ઉપાસકે પૂર્વોકત ત્રણે પ્રતિમાનું આરાધન કરવું આવશ્યક ગણાય છે. આઠમ, ચદિશ, અમાવાસ્યા અને પૂર્ણિમા, એ પર્વદિન છે. (૪) પાંચમી પ્રતિમાનું પાલન કરવાનો સમય પાંચ માસનો છે. આ પ્રતિમાનું પાલન કરનાર દિવસે બ્રહ્મચારી રહે છે અને રાત્રે મૈથુન સેવનની મર્યાદા કરનાર હોય છે. (૫) છઠ્ઠી પ્રતિમા ધારણ કરનાર રાત્રે તથા દિવસે, બને સમય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, સ્નાન કરવાને પરિત્યાગ કરે છે, વિકટ પ્રકાશ યુક્ત સ્થાનમાં ભેજન કરે છે, રાત્રે તે ભેજન લેવાનો સવથા પરિત્યાગ કરે છે. આ પ્રતિમા પાળનાર એકકક્ષ વસ્ત્રધારી હોય છે (એક ખભા પર વસ્ત્ર રાખનાર) હોય છે (૬) સાતમી પ્રતિમાનું નામ “નિત્તરિણા છે. આ વ્રત ધારણ કરવાથી સચિત્ત દ્રવ્યજ્ઞાન પૂર્વક સચિત્ત વસ્તુને પરિત્યાગ કરાય છે. એટલે કે સાતમી પ્રતિમાને આરાધક ઉપાસક આગળની છ પ્રતિમાઓના આચારનું પાલન કરે છે, અને પ્રાસુક આહારનું દોષ રહિત આહારનું) સેવન કરે છે. અપ્રાક આહારનું નહીં, (૭) આઠમી પ્રતિમાનું નામ ચારમાણિત છે તેની આરાધનાનો કાળ આઠ માસનો છે. તેને આરાધક જાતે આરંભનો ત્યાગ કરે છે. તે આરંભત્યાગી પૂર્વોકત
શ્રી સમવાયાંગ સૂત્ર
૭૧