Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જઘન્ય સ્થિતિ થઈ જાય છે. અસુરકુમાર દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે, કારણ કે ભવનપતિ નિકાયની જઘન્ય રિથતિ એટલી જ કહી છે. અસુરેન્દ્રો સિવાયના બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના દેવની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અસુરકુમારેમાં કેટલાક દેવોની દસ પલ્યોપમની જે સ્થિતિ અહીં કહી છે તે મધ્યમ સ્થિતિ છે. વનસ્પતિકાયની અહીં જે દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે ભવસ્થિતિની અપેક્ષાએ કહેવામાં આવેલ છે એમ સમજવું, કારણ કે કાય સ્થિતિ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણ છે. વ્યન્તર દેવાની સ્થિતિ પણ દસ હજાર વર્ષની છે –સૌધર્મ, ઈશાન ક૫માં અહીં જે દસ પલ્યોપમની સ્થિતિ કહી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સમજવી બ્રહ્મલોક કલ્પમાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે-એજ સ્થિતિ લાન્તક કલ્પમાં જઘન્ય થઈ જાય છે. સૂ. ૨૯
ગ્યારહવે સમવાય મેં ગ્યારહ ઉપાસક પ્રતિમાદિકાનિરૂપણ
હવે સૂત્રકાર અગિયારમું સમવાય કહે છે– રૂપિયા ટીકાઈ–ઉપાસકની અગિયાર પ્રતિમા હોય છે. સાધુઓની જે લેકે સેવા કરે છે તેમને ઉપાસક કહે છે. પ્રતિમા એટલે પ્રતિજ્ઞા. તેમાં અનેક પ્રકારના અભિગ્રહ હોય છે, તેથી તે પ્રતિમાઓને અભિગ્રહરૂપ જ સમજવી. તે પ્રતિમાઓ આ પ્રમાણે છે-ર્શન શ્રાવ-સમ્યક્ત્વ અંગીકાર કરનાર શ્રાવકને દર્શન શ્રાવક કહેવામાં આવેલ છે. જો કે અહીં પ્રતિમાના અગિયાર ભેદ બતાવ્યા છે, તે પણ પ્રતિમા અને પ્રતિભાવાળામાં આ દેપચારની દષ્ટિએ પ્રતિમાવાળાને નિર્દેશ કરાય છે. આ પ્રતિમાને કાળ એક માસનો છે. આ પ્રતિમામાં સભ્યદર્શનને શંકા કાંક્ષા આદિ શલ્યથી રહિત બન. વવામાં આવે છે. તે પ્રતિમધારીના અણુવ્રત લેતા નથી. આ પહેલી પ્રતિમા છે. (૧) બીજી પ્રતિમાનું નામ તતમ છે-તે પ્રતિમાનો સમય બે માસનો હોય છે. તે પ્રતિમા ધારણ કરનાર ઉપાસક પિતે અંગીકાર કરેલ અણુવ્રતાદિનું શ્રવણ, જ્ઞાન, ગ્રહણ અને પ્રતિસેવન એ ચાર પ્રકારની ક્રિયાઓ કરે છે. એટલે કે આ પ્રતિમા ધારણ કરનારે અણુવ્રતાદિનું શ્રવણ કરવું, સાંભળેલા બોધ કરે, જાણેલું ગ્રહણ કરવું, અને ગ્રહણ કરેલું પાળવું, તે ચાર કિય એ કરવાની હોય છે. (૨) ત્રીજી પ્રતિમ નું નામ સામાજિયાત છે. આ પ્રતિમા ધારક શ્રાવક, કે જે સમ્યગ્દર્શન, અને અણુવ્રતાદિથી યુકત હોય છે તથા પૌષધ ધારણ કરવા રૂપ નિયનથી રહિત હોય છે, ત્રણ માસ સુધી દરરોજ બે વખત સાવદ્યાગ પરિવર્જનરૂપ સામાયિક કરે છે.
શ્રી સમવાયાંગ સૂત્ર