Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશવે સમવાય મેં શ્રમણધર્માદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર દશમાં સમવાયાંગનું કથન કરે છે–રારિ કુલ્લાહ ! ટીકાર્ય–દસ પ્રકારના શ્રમણધમ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે--
(૧) ક્ષતિ પોતાની નિન્દા આદિ સાંભળવા છતાં ક્રોધને ત્યાગ કરવો-(૨) – બહારની અને આંતરિક વસ્તુઓ પ્રત્યેના લેભનો ત્યાગ કરે (૩) યાર્નવ-માયાને ત્યાગ કરવો (૪) મા-માનને ત્યાગ કર (૫) સ્રાવ-થોડી ઉપધિ રાખવી, તે દ્રવ્ય લાઘવ છે અને ગૌરવને ત્યાગ કરે તે ભાવલાઘવ છે. (૬) કન્નસત્ય બોલવું (૭) રંગ-પ્રાણાતિપાત આદિથી વિરત રહેવું (૮) ત–આઠ પ્રકારનાં કર્મોને ક્ષય કરનારી તપસ્યા કરવી. (૯) – ભેગી મુનિને ભકત પાન (આહારપાણી) દેવા (૧૦) વૃક્ષરવાસ–બ્રહ્મચર્ય ધારણ કરવું. ચિત્તસમાધિસ્થાન દસ કહ્યાં છે, તે આ પ્રમાણે છે-કલ્યાણને પામેલ સાધુને સમસ્ત ધર્મને જાણવાની જે ગણપૂર્વ-પહેલાં કદી પણ થઈ ન હોય એવી ધર્મચિન્તા ઉત્પન્ન થાય છે, તે પહેલું ચિત્ત સમાધિસ્થાન છે. એટલે કે આત્મકલ્યાણાભિલાષી સાધુ જીવાદી દ્રવ્યના સ્વભાવને, અથવા આત્મ સ્વભાવરૂપ ઉપયોગને, કે ઉત્પાદ આદિ રૂપ સને, અથવા સર્વા ભાષિત શ્રતાદિ રૂપ ધર્મને જ્ઞ પરિણાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરવા લાયક કમને ત્યાગ કરીને, અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં હજી સુધીમાં કદી પણ પેદા ન થઈ હોય એવી ધમચિન્તા પ્રાપ્ત કરી લે છે. જે ધર્મચિન્તા ધર્મધ્યાનના કારણરૂપ હોય છે. તેથી તેને અપાદ્ધપુદ્ગલ–પરાવર્તન કાળને અન્ત મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ ધર્મચિન્તામાં મુનિ એ પણ વિચાર કરે છે કે જે શ્રુતચારિત્રધર્મ સર્વજ્ઞ પ્રભુ દ્વારા ભાષિત છે તે બીજા કોઈ દ્વારા કથિન ધર્મ કરતાં વિશિષ્ટ છે. આ પ્રમાણે વિચાર કર્યા કરવાથી ચિત્તની સમાધિ થાય છે, તેથી તે પહેલું ચિત્તસમાધિસ્થાન છે (૧ આમ કરતાં કરતાં જ્યારે તે ધર્મધ્યાનના કારણભૂત વિચારોથી સંસ્કારિત થઈ જાય છે ત્યારે તેને યથાતથ્ય-સર્વથા અવ્યભિચરિત-પૂર્વે કદી પણ જયાં ન હોય એવાં ને આવવા લાગે છે, અને તે આત્માને ભગવાન મહાવીરની જેમ તે સ્વપ્નના ફળનું દર્શન સંવેદન ઉત્પન્ન થવા માંડે છે. તેનું તાત્પર્ય એ છે કે એવા મુનિને મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે, જે તેને સ્વપ્નમાં પણ જાણવા મળે છે. આ ચિત્તસમાધિનું દ્વિતીય સ્થાન છે. એ જ પ્રમાણે તે ચિત્તસમાધિ યુક્ત મુનિને પિતાના પૂર્વભવેનું જ્ઞાન, કે જે એ પહેલાં કદી થયું હતું
શ્રી સમવાયાંગ સૂત્ર
૬૬