Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે દેવેની નવ સાગરોપમની સ્થિતિ કહી છે. તે દેવે સાડાચાર મહિને અંદર તથા બહાર શ્વાસોચ્છુવાસ લે છે, અને તે દેવોને નવ હજાર વર્ષે આહારની અભિલાષા થાય છે. તેમાં કેટલાક દેવે ભવસિદ્ધિક હોય છે. તેઓ નવ ભલ કરીને સિદ્ધગતિ પામશે ત્યાથી સમસ્ત દુઃખને અંત કરશે સુધીને અથ ગ્રહણ કરાય છે.
ભાવાર્થ-સૂત્રકાર આ સૂત્રદ્વારા નવ સંખ્યાવાળી. વસ્તુઓ ગણાવતાં કહે છે કે રતનપ્રભા પૃથ્વીના અત્યંત સમરમણીય ભૂમિ ભાગથી નવસો જનની ઉંચાઈએ તારામંડળ છે. લવણસમુદ્રમાંથી જંબુદ્વીપમાં, કે જે તે દ્વીપને ઘેરીને રહે છે અને જેને વિસ્તાર તેના કરતાં બમણો છે, તેની જગતી (કેટ) ના છિદ્રમાંથી નવ જનની લંબાઈવાળાં મર્યો આવે છે, આવતાં હતાં અને આવશે. તે છિદ્ર એવડું છે કે તેમાંથી નવ જનની અવગાહનવાળાં મસ્તે જ પ્રવેશી શકે છે, તેના કરતાં મેટાં નહીં. જંબુદ્વીપના વિજયદ્વારમાં નવ નવ ભૌમ છે. વ્યન્તર દેવેની સુધર્માસભાની ઉંચાઈ નવ જનની છે. દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિ નવ છે. જે (કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રાને “નિરા' કહે છે. (૨) જે કર્મના ઉદયથી નિદ્રામાંથી જાગવું અતિશય દુષ્કર હોય છે તે નિદ્રાને નિશા-નિરા કહે છે. (૩) જે કર્મના ઉદયથી બેઠાં બેઠાં કે ઉભાં ઊભાં ઊંઘ આવી જાય તે કમને “પ્રજા કહે છે. (૪) જે કર્મનાં ઉદયથી ચાલતાં ચાલતાં ઊંધઆવી જાય તે કર્મ પ્રકૃતિને “પ્રજા-પ્રજા” કહે છે. (૫) જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં વિચારેલ કામ નિદ્રાવસ્થામાં કરવાનું સામર્થ્ય પ્રકટ થઈ જાય તે “સ્થાનકૃદ્ધિ છે. તે નિદ્રામાં સ્વાભાવિક બળ કરતાં અનેક ગણું બળ પ્રગટ થાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ જે નવ પલ્યોપમની કહી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેવાયેલ છે, કારણ કે આ પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને જધન્ય સ્થિતિ દસ હજાક વર્ષની છે. એ જ પ્રમાણે જેથી પૃથ્વીમાં જે નવ સાગરોપમની સ્થિતિ પ્રગટ કરવામાં આવી છે તે પણ મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેલ છે એમ સમજવું, કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની અને જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. અસુરકુમાર દેવોની પણ અહીં જે નવ પલ્યોપમની સ્થિતિ કહેવામાં આવી છે તે પણ મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સમજવી–બ્રહ્મલોકમાં જે નવ સાગરોપમની સ્થિતિ અહીં કહેવામાં આવી છે તે પણ મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેલ સમજવી, કારણ કે આ પાંચમાં બ્રહ્મક ક૯પમાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરો૫મની અને જધન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. સૂ. રણા
શ્રી સમવાયાંગ સૂત્ર
૬૫