Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાંચમાંમાં સાત સાગરોપમની, છઠામાં દસ સાગરોપમની, સાતમમાં ચૌદ સાગરપની, આઠમામાં સત્તર સાગરોપમની, નવમાં અને દસમામાં અઢાર, અઢાર સાગ૨૫મની, અગિયાર તથા બારમામાં વીસ સાગરોપમની, પ્રથમ શ્રેયકમાં બાવીસ સાગરોપમની છે એ રીતે નીચેના પ્રત્યેક ચવેયકની ઉત્કૃષ્ટસ્થિતિને ઉપરના પ્રત્યેક રૈવેયકની જઘન્ય સ્થિતિ સમજવી. આ ક્રમ પ્રમાણે નવમાં પ્રવેયકની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની થાય છે. ચાર અનુત્તર વિમાનની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. સર્વાર્થ સિદ્ધિમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમાં તફાવત નથી. આ કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે આગળના દેવકની ઉત્કૃષ્ટ સ્થિતિ પછીના દેવલેકની જઘન્ય સ્થિતિ થતી જાય છે. ત્રીજી નરકમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની કહેલ છે, તો તે સ્થિતિ ચોથી નરકમાં જઘન્ય થાય છે. સૌધર્મ ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સાત પલ્યોપમની સ્થિતિ કહેવામાં આવેલ કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની અને એક સાગરોપમથી થોડી વધારે અને જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની અને એક પલ્યોપમથી થોડા વધારે કાળની કહેલ છે. બ્રહ્મલેક નામના પાંચમાં દેવલોકમાં કેટલાક દેવની સ્થિતિ જે સાત સાગરેપમથી થોડી વધારે દર્શાવી છે તે જ ન્ય સ્થિતિની અપેક્ષાએ સમજવાની છે, કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની અને જઘન્ય સ્થિતિ સાત સાગરોપમથી થોડી વધારે હોય છે. જે દેવો સમ, સમપ્રભ આદિ આઠ વિમાન નોમાં ઉત્પન્ન થાય છે તેઓ વા (સાડા ત્રણ) મહિને શ્વાસોચ્છવાસ લે છે અને સાત હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે. તેમાંના કેટલાક દેવો ભવસિદ્ધિક હોય છે, જેઓ સાત ભવ કર્યા પછી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સૂ. ૨૩
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૮