Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યાર વિમાનેમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તેમને ઉત્કૃષ્ટ રીતે આઠે સાગરોપમ કાળની સ્થિતિવાળા કહેલ જે. તે દેવે ચાર મહિને બાહ્ય અને આભ્યાન્તરિક શ્વાસેાચ્છવાસ ગ્રહણ કરે છે. તેમને આઠ હજાર વર્ષ આહારની અભિલાષા થાય છે. તેમાં કેટલાક દેવે એવા હાય છે કે જે આઠ ભવ કર્યાં બાદ સિદ્ધગતિ પ્રાપ્ત કરશે, બુદ્ધ થશે મુકત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુ:ખાને અંત કરી નાખશે ભાવા—આ સૂત્ર દ્વારા સૂત્રકાર રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની સ્થિતિ આઠ પલ્યેાપમની કહી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સમજવી, કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષોંની છે. એ જ પ્રમાણે ચાથી પૃથ્વીમાં આઠ સાગરાપમની જે સ્થિતિ બતાવી છે તે પણ મધ્યમસ્થિતિને ધ્યાનમાં લઈને પ્રગટ કરેલ છે, કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગર। પમની છે, અને જધન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. એ જ પ્રમાણે અસુરકુમાર દેવાની પણ સ્થિતિ જે આઠ પત્યેાપમની કહેવામાં આવેલ છે તે પણ મધ્યમ સ્થિતિ સમજવી, કારણ કે અસુરકુમાર દેવામાં સાગરાપમની અને સાગરાપમથી થાડી વધારે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલ છે. તથા જઘન્ય સ્થિતિ દસ હજા૨ વષઁની કહેલ છે. સૌધમ અને ઈશાન કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે એ સાગરાપમની અને એ સાગરોપમથી થાડી વધારે છે, અને જધન્ય સ્થિતિ અનુક્રમે એક પલ્સેાપમની અને પલ્યેાપમથી ઘેાડા વધારે કાળની છે, તેથી અહી તે કલ્પામાં જે આઠ પત્યેાપમની સ્થિતિ કહેવામાં આવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સમજવી. બાકીના પટ્ટાના ભાવાર્થ સ્પષ્ટ છે. રાસ. ૫ા
સૂત્રકાર નવમું સમવાયાંગ કહે છે—નવ સંમનેયુસીગો” સ્થતિ ! ટીકા-બ્રહ્મચર્ય ની નવ ગુપ્તિએ છે તે આ પ્રમાણે છે-સ્ત્રી, પશુ, અને પડકનપુંસક, તેમની સાથે શય્યાનું સેવન ન કરવું તે બ્રહ્મચર્યની પહેલી ગુપ્તિ છે. સ્ત્રીઓની કથા ન કરવી તે ખીજી ગુપ્તિ છે. જે નિષદ્યા (સ્થાન) આદિની ઉપર સ્ત્રીએ બેઠી હાય અને પછી તેના પરથી ઉડી ગઇ હાય તે નિષદ્યા આદિ ઉપર એક મુહૂત સુધી ન બેસવુ. તે બ્રહ્મચર્યની ત્રીજી ગુપ્તિ છે ચિત્તાકર્ષીક હાવાને લીધે મનેાહર, તથા સુંદર આકારના હોવાને લીધે મનારમ એવાં સ્રીએનાં મુખ, નયન, નાસિકા આદિ અંગેાને શગ ભાવથી પ્રેરાઈને સામાન્ય રીતે તથા વિશેષ
શ્રી સમવાયાંગ સૂત્ર
૬૧