Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાધાન-પાર્શ્વનાથ પ્રભુના બે ગણુધરે ટુંકા અ યુષ્ય વાળા હતા. તેથી તેમની ગણતરી અહીં કરી નથી. આ ગણતરી પ્રમાણે તેમના આઠ ગણધર કહ્યા છે
આઠ નક્ષત્રો ચન્દ્રની સાથે પ્રમોગ કરે છે, એટલે કે જ્યારે ચન્દ્રમાં એ આઠ નક્ષત્રોની સાથે હોય છે, ત્યારે પ્રમર્દનામને યોગ થાય છે. તે આઠ નક્ષત્રનાં નામ નીચે પ્રમાણે છે– (૧) કૃત્તિકા (૨) રહિણી (૩) પુનર્વસુ, (૪) મઘા, (૫) ચિત્રા, વિશાખા, (૭) અનુરાધા અને (૮) જયેષ્ઠા.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે આઠ પ્રકારના સમવાય પ્રગટ કર્યા છે. મદસ્થાન, પ્રવચન માતા આદિ સઘળાં આઠ આઠ સ ખાવાળાં સમવાયાંગ છે. જેમ ઈસમિતિ આદિ પાંચ સમિતિને તથા મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓને પ્રવચનની માતા કહેવામાં આવેલ છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જેમ માતા વિના બાલકનું પાલન-પોષણ થતું નથી તેમ પ્રવચન રૂપ બાર અંગનું તેમના વિના પ્રવર્તન થઈ શકતું નથી. તેમના સાક્ષાત્ અથવા પરંપરારૂપ સહારાથી દ્વાદશાંગરૂપ પ્રવચન પ્રવર્તિત થાય છે.તેમને સંધની માતા પણ કહેલ છે, કારણ કે તેમના વિના સંધ કદી પણ સંઘત્વ પ્રાપ્ત કરી શકતો નથી. ચિત્યવૃક્ષોની ઉંચાઈ આઠ
જનની બતાવી છે તે ચિત્યવૃક્ષે સર્વરત્નના બનેલ હોય છે, અને છત્ર ચામર અને વજા વગેરેથી શણગાવેલ હોય છે. દેવનાં નગરોમાં તે ચૈત્યવૃક્ષે સુધર્મા આદિ સભાઓ આગળ મણિપીઠિકાની ઉપર ઉભાં રહે છે જબૂદ્વીપની અંદર જે જબૂ નામનું વૃક્ષ છે તેનું બીજું નામ સુદ ના છે, તે વૃક્ષ ઉત્તરકુરા ક્ષેત્રમાં આવેલું છે તે પૃથ્વીકાય છે. વનસ્પતિકાય નથી. તે આઠ યોજન ઊંચું છે. જગતી પ્રકાર -કેટના જેવી હોય છે. બાકીનાં પદોને ભાવાર્થ સ્પષ્ટ છે સૂ ૨૪
નવ સમવાય મે નવ બ્રહ્મચર્ય ગુપ્તિ આદિ કા નિરૂપણ
ટીકાર્થ–પીજે રૂારિ !
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ આઠ પોપમની કહેલ છે જેથી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ આઠ સાગરોપમની કહેલ છે અસુરકુમાર દે માં કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની કહેલ છે. સૌધર્મ અને ઈશાન ક૯૫માં કેટલાક દવાની આઠ પાપમની સ્થિતિ કહેલ છે. બ્રહ્મલોક ક૯૫માં કેટલાક દવાની સ્થિતિ આઠ સાગરોપમની કહેલ છે. જે દવા (૧) અચિષ, (૨) અગ્નિમાલિ (૩) વરેચન (૪) પ્રશંકર (૫) ચંદ્રાભ (૬)સર્યાલ (૭) સુપ્રતિષ્ઠાભ, (૮) આગ્નેયાભ, (૯)ષ્ટાભ, (૧૦) અરૂણાભ (૧૧) અરુણોત્તરાવતંસક, એ અગિ
શ્રી સમવાયાંગ સૂત્ર