Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રીતે દેખવાને પરિત્યાગ કરવો તે ચેથી ગુપ્તિ છે. સ્ત્રીઓના કામોદ્દીપક શબ્દોને સાંભળવાની અભિલાષા ન કરવી સ્ત્રીઓનું સૌંદર્ય જેવાની અભિલાષા ન રાખવી એ જ પ્રમાણે ગંધ આદિ સૂંઘવાની, રસ ચાખવાની, સ્પર્શ કરવાની અભિલાષા વાળા ન થવું, લૈકાનુપાતી ન થવું–સ્ત્રીઓનાં સૌંદર્ય આદિ ગુણોની વાત સાંભળવાની અભિલાષા ન રાખવી તે પાંચમી ગુપ્તિ છે. એ જ પ્રમાણે મુનિ અવસ્થા ધારણ કર્યા પહેલાં સ્ત્રીઓ સાથે જે રતિ સુખ ભોગવ્યાં હોય, જે કીડા કરી હોય, તેનું
સ્મરણ ન કરવું તે છઠ્ઠી ગુપ્તિ છે. ઘી આદિ રસથી તરબોળ ભેજન દરરોજ ન લેવું, કારણ કે એવું ભેજન કામદીપક હોય છે. તે સાતમી ગુપિત છે. અધિક પ્રમાણમાં ભેજન ન લેવું, તે આઠમી ગુપ્તિ છે, તથા સાતવેદનીય કર્મના ઉદયથી જે સુખ પ્રાપ્ત થાય છે તેનાં જકડવું નહીં, તે નવમી ગુપ્તિ છે. બ્રહ્મચર્યની નવ અગપ્તિ બતાવી છે, તે આ પ્રમાણે છે –
સ્ત્રી, પશુ, પંડક-નપુંસકની સાથે શય્યાનું સેવન કરવું,” ત્યાંથી શરૂ કરીને “સાતવેદનીય કર્મના ઉદયથી પ્રાપ્ત સુખને પ્રતિબદ્ધ થવું જકડાવું” સુધી આગળ પ્રમાણે સમજવું. એટલે કે બ્રહ્મચર્ય-ગુણિમાં જે કરવા લાયક નથી એમ ગણાવ્યું છે, તે કાર્ય કરવું એજ બ્રહ્મચર્યની અગુપ્તિ છે.
બ્રહ્મચર્ય નવ પ્રકારના કહેલ છે, તે આ પ્રમાણે છે-તપ અને સંયમ રૂપ અનુષ્ઠાનનું નામ બ્રહ્મ છે. બ્રહ્મનું ચર્થ–સેવન કરવું, બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરનાર આચારાંગના પહેલાં શ્રુતસ્કંધમાં જે પ્રતિબદ્ધ અધ્યયન છે તે બ્રહ્મચર્ય છે. જેમ કે શસ્ત્રપરિજ્ઞા નામનું અધ્યયન-દ્રવ્યભાવના ભેદથી અનેક વિધ એવું જે જપમદન હેતુરૂપ શસ્ત્ર છે તેનો પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરવો તેનું નામ “શસ્ત્રપરિજ્ઞા” છે એટલે કે તે અધ્યયન છ જવનિકાયના પરિરક્ષણ રૂપ છે. અને તે તેમાંનું પહેલું અધ્યયન છે. (૧) “ો વિન” એ બીજું અધ્યયન છે, તેને અર્થ રાગ દ્વેષરૂપ ભાવલોકને ત્યાગ કર થાય છે. આ રાગદ્વેષ રૂ૫ ભાવલોકને પરિત્યાગ કરવાનું પ્રતિપાદન કરનાર આ બીજું અધ્યન છે (૨) “રાળી” એ નામનું ત્રીજું અધ્યયન છે. આ અધ્યયન દ્વારા તે વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે શીત-અનુકૂલ અને ઉષ્ણ પ્રતિકૂલ પરીષહ કયા કયા છે. એ જ શીત અને ઉષ્ણ પરીષહેને અનુલક્ષીને આ અધ્યયન રચ્યું છે. (૩) “
સત્તર —તત્ત્વશ્રદ્ધાનરૂપ ચેાથું અધ્યયન છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે. કે સમ્યકત્વનું દઢતાથી સેવન કરવું જોઈએ.--પરતીથીઓના આડંબરને જોઈને દૃષ્ટિ વિપર્યાસ કરે જોઇએ નહીં (૪). “માવતી’ તે સાક
શ્રી સમવાયાંગ સૂત્ર