Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતના શરીર પ્રમાણુ તથા લંબાઈની અપેક્ષાએ પિતાના શરીર કરતાં અધિક જઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અસંખ્યાત જન પ્રમાણે, એવા એક દિશા સંબંધી ક્ષેત્રને વ્યાપ્ત કરી લે છે. પછી તે પિતાના આયુકર્મનાં પુદ્ગલોને પરિશટિત કરી દે છે–જોડી દે છે. (૩) વૈકિયા સમુદ્દઘાત વૈકિય શરીરકમને આશ્ચર્ય થાય છે તે સમુદ્ઘ ત કરનાર જીવ પિતાના આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢીને શારીરિક વિષ્કલ-પહોળાઈ અને બાહ૦–
ચાઈ પ્રમાણે તેમને આયામ લંબાઈની અપેક્ષાએ સંખ્યાત જન પ્રમાણવાળા દંડાકાર રૂપમાં બનાવે છે.બનાવ્યા પછી તે યથ સ્થૂલ વૈક્રિય શરીર નામકર્મના પુદુગલેને પહેલાની જેમ પરિશટિત કરી નાખે છે (૪) તજ સ સમુદ્રઘાત તૈજસ શરીરનામ કમને આશ્રયે થાય છે. જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરી લે છે તે જ્યારે કેધ ભરાય છે ત્યારે પિતાના સ્થાનથી સાત આઠ ડગલાં આગળ જઈને પહોળાઈ અને ઊંચાઈની અપેક્ષાએ પોતાના શરીર પ્રમાણ તથા લંબાઈની અપેક્ષાએ સંખ્યાત જન પ્રમાણુ સુધી પિતાના આત્મ પ્રદેશને બહાર કાઢીને દંડાકાર રૂપે બહાર ફેલાવે છે, અને ધના કારણરૂપ બનેલ મનુષ્ય આદિને બાળીને ભસ્મ કરી નાખે છે. એ અવસ્થામાં તે પ્રભૂત તૈજસ શરીર નામના કર્મ પુદ્ગલેને પરિશરિત કરે છે. (૫) આહારક સમુદૃઘાત આહારક શરીર કર્મની મદદથી થાય છે. જયારે જીવ આહારક સમુદૂઘાત કરે છે ત્યારે તે આમપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને ઊંચાઈની અપેક્ષ એ શરીર પ્રમાણુ તથા લંબાઈની અપેક્ષાએ સંપ્રખ્યાત યોજન સુધી દંડાકાર રૂપમાં પરિણમાવે છે, અને પરિણાવીને તે યથાસ્થૂલ આહારક શરીર નામકર્મના પુદગલોને પરિશટિત કરી લે છે. (૬) કેવલિસમુદુઘાત સાતા, અસાતા વેદનીયકર્મ, શુભ અશુભ નામક, અને ઊંચનીચ ગોત્રકમને આશ્રયે થાય છે– પરમપદની પ્રાપ્તિ જ્યારે અન્તર્મુહૂર્તકાળમાં થનારી હોય છે ત્યારે કેવલી ભગવાન આયુ અને વેદનીય કર્મના દલિકાને સમાન કરવાને માટે પ્રથમ સમયે બાહલ્ય ઊંચાઈની અપેક્ષાએ સ્વશરીર પ્રમાણ તથા ઉર્વ અને અધઃ કાન્ત સુધી આત્મપ્રદેશોને દેડરૂપે બહાર કાઢે છે. દ્વિતીય સમયે પૂર્વ અને પશ્ચિમ દિશામાં વિસ્તૃત આત્મપ્રદેશોને કપાટરૂપે, ત્રીજા સમયે દક્ષિણ અને ઉત્તર દિશામાં પ્રસ્તુત આત્મપ્રદેશને મળ્યાન દંડરૂપે અને ચોથે સમયે અન્તરલને પૂરીને ચૌદ રાજપ્રમાણ સમસ્ત લોકને ભરી દે છે. આ પ્રમાણે સમુદ્રઘાત કરતાં કરતાં કેવલી ભગવાન ચાર સમયમાં સમસ્ત લોકવ્યાપી બની જાય છે. આ રીતે કર્મોના અંશોને સરખા કરીને પાંચમાં સમયમાં તેઓ અન્તરાલ પૂરક આત્મપ્રદેશોને, છઠ્ઠા સમયમાં મળ્યાન દંડને, અને સાતમાં સમયમાં કપાટને સંકુચિત કરે છે. તથા આઠમાં સમયમાં દંડાકારરૂપ આત્મપ્રદેશને સંહત (વિસ્તૃત) કરીને તે કેવલી સ્વશરીરસ્થ થઈ જાય છે. કેવલી
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૫