Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાઢવાનું બને છે તેનું નામ વેદના સમુઘાત” છે. (૨) ધાદિ કષાયના તત્ર ઉદયરૂપ નિમિત્તને લીધે જે આમાના પ્રદેશનું અન્યના ઘાતને માટે બહાર કાઢવાનું થાય છે તે કષાય સમુઘાત’ કહે છે. (૩) મૃત્યુ પહેલાં થોડા સમયે જે સમુદ્રઘાત થાય છે તેને મા ણાંતિક સમુદઘાત' કહે છે. અણિમા, મહિમા આદિ વિવિધ પ્રકારની શારીરિક વિક્રિયાઓ કરવાને માટે આત્માના પ્રદેશ બહાર નીકળે છે, “વૈકિય સમુઘાત' કહે છે. (૫) તૈજસ સમુદ્રઘાતના બે પ્રકાર છે-(૧) શુભ તેજસ અને બીજે અશુભ તિજસ. જગતને મહામારી આદિથી પીડીત જોઈને સંવમી મહાતેજસ્વી સાધુના હૃદયમાં પ્રાણી
ની રક્ષાથે દયા ઉત્પન્ન થવાથી તેમને બચાવવાને માટે શુભ તેજને છોડવું તેને “શુભ તૈજસ સમુદ્રઘાત” કહે છે. અને ક્રોધાદિ કષાયને કારણે ભસ્મ કરવાને માટે તેજને છેડવું તેનું નામ “અશુભ તજસ સમુદ્રઘાત” છે. (૬) છઠ્ઠા ગુણસ્થાનવતી કઈ કઈ પરમ તપસ્વી મુનિજનને શંકા આદિ ઉત્પન્ન થતાં શરીરમાંથી એક હાથનું પુતળું નીકળે છે. તેને આકાર પુરુષ જેવો હોય છે. શંકાનું નિવારણ થતાં જ તે પિતાના ઉંડા સ્થાનમાં પ્રવેશ કરે છે. તેનું નામ “આહારક સમુઘાત” છે. અર્થાવગ્રહના આ પ્રમાણે છે ભેદ છે-નામ, જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત સામાન્ય માત્ર અર્થને જ જે અવગ્રહ થાય છે-જ્ઞાન થાય છે તે અવગ્રહને “અર્થાવગ્રહ’ કહે છે. અવગ્રહના બે પ્રકાર છે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અર્થ–પદાર્થબહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, અસંદિગ્ધ અને લવ, એમ છ પ્રકારનું છે. બે કે બેથી વધારે પદાર્થોનું જે અવગ્રહ રૂપ જ્ઞાન થાય છે તે બહુગ્રાહી અવગ્રહ જ્ઞાન છે. ઘણી પ્રકારના પદાર્થોનું જે અવગ્રહરૂપ જ્ઞાન થાય છે તે બહુવિધગ્રાહી અવગ્રહજ્ઞાન છે. શીઘ્રતાથી પદાર્થનું જે જ્ઞાન થાય છે તે ક્ષિપ્રગ્રાહી અવગ્રહ છે. ક્ષયોપશમ આદિની મંદતાથી પદાર્થનું જે શીધ્ર જ્ઞાન થતું નથી તેનું નામ અક્ષિપ્રગ્રાહી અવગ્રહ છે. અનિશ્ચિત પદાર્થનું જે અવગ્રહરૂપ જ્ઞાન થાય છે તે અનિશ્ચિતગ્રાહી અવગ્રહ છે. અસંદિગ્ધ પદાર્થનું જે અગ્રહરૂપ જ્ઞાન થાય છે તે અસંદિગ્ધગ્રાહી અવગ્રહ જ્ઞાન છે. તથા ધ્રુવ પદાર્થનું જે જ્ઞાન હોય છે તે પૂવગ્રાહી અવગ્રહ જ્ઞાન છે. આ પ્રકારના તે પદાર્થોનું જે અવગ્રહરૂપ જ્ઞાન થાય છે તે પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠા મનથી થાય છે. તેથી અર્થોવગ્રહ છ પ્રકારને થાય છે. શાસ્ત્રમાં બહુ આદિના ભેદથી અર્થ બાર પ્રકારના બતા
વ્યા છે. પૂર્વ કથિત તે છ ભેદ અને તે દરેકને ઉલટે એક એક ભેદ, એમ બીજા છ ભેદ પડે છે. તેમનું પણ જે અવગ્રહરૂપ જ્ઞાન હોય છે તે પણ પાંચ ઈન્દ્રિય અને એક મનથી થાય છે, તેથી અર્થાવગ્રહ છ પ્રકારનો બતાવ્યો છે. વ્યંજનાવગ્રહ
શ્રી સમવાયાંગ સૂત્ર