Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રસ, અને ગંધ અને સ્પર્શ. પાંચ આસવ દ્વાર હોય છે, તે આ પ્રમાણે છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ. પાંચ સંવરદ્વાર હોય છે. તે આ પ્રમાણે છે-સમમ્યકત્વ વિરતિ, અપ્રમત્તતા, અકષાય, અને અયાગ. પાંચ નિજ રાસ્થન હાય છે. તે આ પ્રમાણે છે. પ્રાણાતિપાતથી વિરકત થવુ, મૃષાવાદથી વિરકત થવું, અદત્તાદાનથી વિરકત થવુ... મૈથુનથી વિરકત થવું. અને પરિગ્રહથી વિરકત થવું પાંચ સમિતિયા છે. તે આ પ્રમાણે છે-ઇર્માંસમિતિ ભાષા સમિતિ, એષણાસમિતિ આદાન ભાંડ માત્ર નિક્ષેપણુા સમિતિ અને ઉચ્ચાર-પ્રસવણખેલ જ૯લ શિઘાણ પરિષ્ઠ પનિકા સમિતિ ચાલતી વખતે કાઈ પણ જીવને કલેશ ન થાય તે પ્રકારની સાવચેતી રાખવી તેનું નામ ધૈર્યા સમિતિ છે. (૧) ભાષા ખેલવામાં સત્ય. હિંત, પરિમિત અને સંદેહ રહિત વચન એટલવાં તેનું નામ ભાષા સમિતિ છે. (૨) સંય મયુક્ત જીવનયાત્રામાં ઉપયોગી એવા આહાર આદિને ૪૨ દેષથી ખચીને મેળવવાની પ્રવૃત્તિ કરવી તેનુ નામ એષણા સમિતિ છે. (૩) સંચમાપકારી ભાંડમાત્રે-ઉપકરણા મૂકવા તથા લેવામાં યતના ક પડિલેહણા આદિ પ્રવૃત્તિ કરવી એટલે કે પ્રત્યેક વસ્તુને સારી રીતે જોઈને અને પ્રમાર્જિત કરીને મૂકવી કે લેવી તેનું નામ આદાન ભાંડમાત્ર-નિક્ષેપણા સમિતિ છે. (૪) ઉચ્ચાર ઝાડા પ્રસ્રવણ-મૂત્ર ખેલ થૂક, જ લદેહમળ, અને શિંધાણુ-નાકના મળ, તેમને પ્રાસૂક (દોષરહિત) ભૂમિમાં જોઇ તપાસીને યતના પૂર્ણાંક પાઠવવા તેનું નામ ઉચ્ચાર પાસવણ ખેલી જલ શિઘ્રાણ પરિષ્ઠાપનિકા સમિતિ છે (૫) અસ્તિકાય પાંચ છે તે આ પ્રમાણે છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, અને પુર્દૂગલાસ્તિકાય રૅાહિણી નક્ષત્ર પુનઃ સુનક્ષત્ર, હસ્તનક્ષત્ર, વિશ ખા નક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્ર એ પાંચ નક્ષત્ર પાંચ પાચ તારાઓવાળાં છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
४७