Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કોઈપણ કાર્યની પાછળ બે કારણ જવાબદાર છે. 1. ઉપાદાન કારણ અને 2. નિમિત્ત કારણ. જે મુખ્ય કારણ હોય તેને ઉપાદાન કારણ કહેવાય અને જે ધટના, વ્યક્તિવિશેષ કે વસ્તુશાત્ કાર્ય થાય તે ઘટનાદિન નિમિત્ત કારણ કહેવામાં આવે છે. જેમ કે કોઈને ગુસ્સો આવ્યો તો તેમાં તેનો પોતાનો આત્મા ઉપાદાન કારણ અને જે ઘટનાદિથી ગુસ્સો આવ્યો તે નિમિત્ત કારણ બને છે. સંબંા - મફ(1) (અંગોપાંગ, મુખ્ય અંગોના અવયવો, પ્રત્યેક અવયવ) જેમ મનુષ્યભવ મળવો દુર્લભ છે તેમ મનુષ્યપણું પામ્યા પછી પણ શરીરના પ્રત્યેક અંગોની સંપૂર્ણતા મળવી એ પણ પુણ્યની નિશાની કહેવાય. દુનિયામાં ઘણા લોકો એવા છે જેઓ અંગોની ખોડ-ખાંપણના કારણે વિશેષ ધર્મારાધના કરી શકતા નથી. अंगमंगिभावचार - अङ्गाङ्गिभावचार (पुं.) (પરિણામ-પરિણામી ભાવ, અભેદભાવ). જેમ ગુણ-ગુણી, પરિણામ-પરિણામ અને ક્રિયા-ક્રિયાવાનું વગેરે એકબીજાને આશ્રિત છે. તેમ કર્મ અને સંસાર પણ પરસ્પર આશ્રયવાળા છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કર્મનો બંધ અને ક્ષયોપશમ ચાલુ જ રહે છે. તેનાથી છૂટકારો તો પરમાત્મા સાથેના અભેદભાવથી થતી ભક્તિ-ઉપાસના દ્વારા જ શક્ય છે. ગંગાવિર - મ1િ (7) (ચંપાનગરીની બહાર આવેલું એક ચૈત્ય) શ્રીવાસુપજયસ્વામીના કલ્યાણકોથી પવિત્ર બનેલી ચંપાનગરી પ્રાગૈતિહાસિક નગરી કહેવાય છે. અનેક મહાપુરુષોની અને અનેક સતીઓની તે જન્મ-કર્મ ભૂમિ છે. નવપદની પરમ ઉપાસનાથી જેમનો કોઢ રોગ નષ્ટ થયો હતો અને નવ-નવની સંખ્યામાં જેમને અપાર ઋદ્ધિ-સંપત્તિઓ પ્રાપ્ત થઈ હતી તે શ્રીપાળ રાજાની પણ આ જન્મભૂમિ હતી. મંદિયા - મા (સ્ત્રી) (અંગોનું મર્દન કરવાવાળી દાસી) ધર્મ તથા ભોગને સાધવા માટે શરીરનું બળવાન હોવું જરૂરી છે. શરીરને બળવાન બનાવવામાં અંગમર્દન અને ઉન્મર્દન પણ એક પ્રમુખ સાધન છે. પ્રાચીન કાળમાં બાળકના પોષણ માટે પાંચ ધાવમાતાઓમાં અંગમર્દન કરવાવાળી દાસીને પણ રાખવામાં આવતી હતી. Rવ - અક્ષ (ન.). (શરીરનું રક્ષણ કરનાર, અંગરક્ષક) આજના સમયમાં પોતાના આત્માની રક્ષા તો દૂર રહો, વ્યક્તિ પોતાના શરીરની રક્ષા પણ યોગ્ય રીતે કરી શકતો નથી. તે બજારમાં મળતા ફાસ્ટ ફૂડ, જંકફૂડ વગેરે કેટલીય જાતના અભક્ષ્ય પદાર્થોને પોતાના પેટમાં પધરાવીને રોગોને નિમંત્રણ આપે છે. તે હોમટુ હોટલ અને હોટલ ટ હોસ્પિટલના ચક્કર કાપતા-કાપતા આખુંય જીવન પૂરું કરી નાખે છે. અંજાભૂતા - ક્ષr (1.). (શરીર પર લાગેલા પાણીને સાફ કરનાર-વસ્ત્ર, બંગલુછણું). જેમ શરીર પર લાગેલા પાણીને ટુવાલ સાફ કરી નાખે છે તેમ પ્રાયશ્ચિત્ત પણ આત્મા પર લાગેલા કોઇપણ પ્રકારના કર્મોનો નાશ કરી નાખે છે. પ્રાયશ્ચિત્ત કર્મમળને સાફ કરવામાં ભાવજળ સમાન છે અને આત્માને ઉજ્જવળ કરવા માટે ભાવઔષધિ તુલ્ય છે. સંવિઝા - વિદ્યા (ટી.) (જ્ઞાનસંપાદક વ્યાકરણાદિ શાસ્ત્ર 2. અંગફુરણાદિ શુભાશુભ સૂચક અંગવિધા, સ્વનામ ખ્યાત ગ્રંથવિશેષ). ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં અંગવિજ્ઞાનને ઘણું જ મહત્ત્વ આપવામાં આવેલું છે. જેમ કે મસ્તક હુરે તો રાજયપ્રાપ્તિ, હૃદય સુરે તો સુખ અને બાહુના સ્કુરણમાં મિત્રસંગમ વગેરે કેટલાય પ્રકારના ફળાદેશ અવયવોના સંચાલનથી કરવામાં આવતા હતા અને તેના આધારે જ અંગવિદ્યાદિ કેટલાય શાસ્ત્રોની રચના પણ કરવામાં આવી હતી. લૌકિક ધર્મ અને લોકોત્તર જિનશાસનમાં પણ આ વિજ્ઞાન માન્યતા પ્રાપ્ત છે.