________________
ઉપોદ્યાત
યોગદૃષ્ટિ સમુચ્ચય
યાકિની મહત્તા સૂનુ” નામને ધારણ કરનાર અને ૧૪૪૪ અદ્ભુત ગ્રંથોના રચયિતા સૂરિપુંગવ શ્રી હરિભદ્રસૂરિજીએ જૈનશાસ્ત્રોના અભ્યાસની સાથે અન્યદર્શનનાં પણ શાસ્ત્રોનું સચોટ અભ્યાસ કરી તેના નવનીત રૂપ યોગવિષયકદાર્શનિક સર્વ શાસ્ત્રોનો સમન્વય કરનાર અનાદિકાલીન મોહનિદ્રાનો ત્યાગ કરાવી આ આત્માને યોગમાર્ગમાં સબળ પ્રવેશ કરાવનાર, અને યોગમાર્ગમાં પ્રવેશેલા જીવોને સ્થિર કરી વિકાસ સધાવનાર મહામૂલ્યવાનું
ગ્રંથ બનાવ્યો છે. યોગના વિષય ઉપર શાસ્ત્રો લખનારા અન્યદર્શનકારો (જેમકે પતંજલિઋષિ, ગોપેન્દ્રમુનિ ઇત્યાદિ યોગાચાર્યો) પ્રત્યે પણ અત્યંત બહુમાન યુક્ત, આદરભાવવાળી આ ગ્રંથકર્તાની જે દૃષ્ટિ છે તે સાચે જ તેઓશ્રીની ઉદારતા, દીર્ઘદૃષ્ટિતા અને પરમકૃતજ્ઞતા જણાવે છે. (જુઓ આ જ ગ્રંથની ગાથા-૧૦૮ની ટીકા તથા વદિ મહાતિઃ તૠત્વિઃતથા યોગબિન્દુ ગાથા ૨૦૦ની ટીકા વિદ્ધિઃ-વિવક્ષ:, ગોપેન્દ્ર-યોજાશાસ્ત્રકૃતીઇત્યાદિ) આ આચાર્યશ્રીએ યોગના અભ્યાસી જીવોના કલ્યાણ માટે યોગના વિષયને સમજાવતા ૪ ગ્રંથો બનાવ્યા છે. (૧) વિંશતિવિંશિકામાં યોગવિંશિકા, (૨) યોગશતક સ્વપજ્ઞ ટીકા સહિત, (૩) યોગદૃષ્ટિ સમુચ્ચય સ્વોપજ્ઞ ટીકા સહિત, અને (૪) યોગબિંદુ. આ ચારે ગ્રન્થો ઉત્તરોત્તર અનુપમ વિષયવાળા મહાકાય ગ્રંથો છે. જે ચાર ગ્રંથોમાંથી પ્રથમના બે યોગગ્રંથો, તથા તેની ટીકાનું સરળ ગુજરાતી ભાષાન્તર લખી પ્રકાશિત કર્યા બાદ હવે આ તેઓશ્રીનો ત્રીજો યોગદૃષ્ટિ સમુચ્ચય” નામનો જે યોગગ્રંથ છે તેનું, તથા તેની ટીકાનું શકય બને તેટલું સરળ બનાવીને આ ગુજરાતી ભાષાન્તર અમે લખ્યું છે. જે અમારા અને અભ્યાસકવર્ગના ક્ષયપશમની વૃદ્ધિ કરનારૂં બનજો. પરંપરાએ બન્નેના કલ્યાણનું કારણ થજો.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.
૩૦૨, રામસા ટાવર્સ, અડાજણ પાટીયા. સુરત-૩૯૦ ૦૯. ફોન : ૬૮૮૯૪૩
ઉપોદ્યાત સંપૂર્ણ
ઉપોદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org