________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ઉપોદ્ઘાત
અને બળવત્તરતા વૃદ્ધિ પામતાં તે જ્ઞાન ધીરે ધીરે અપરાભવનીય બને છે. માટે આગળ આવતી દૃષ્ટિઓમાં છાણાનો અગ્નિ, કાષ્ઠનો અગ્નિ અને દીપકનો અગ્નિ ઇત્યાદિ ઉપમાઓ આપી બોધની તેજસ્વિતા અને પ્રબળતા ગ્રંથકારશ્રી સમજાવે છે. આઠ દૃષ્ટિઓમાં રહેલા બોધને (જ્ઞાનને) તીવ્ર-તીવ્રતર પ્રકાશવાળી આઠ ઉપમાઓથી અહીં સમજાવાશે.
જેમ જેમ સાચી દૃષ્ટિનો (સાચા બોધનો) વિકાસ થતો જાય છે તેમ તેમ આ જીવમાંથી તે તે દૃષ્ટિના (જ્ઞાનના) પ્રભાવે સહેજે-સહેજે ધર્મકાર્ય કરવામાં ખેદ (અરુચિ) ઉદ્વેગ (કંટાળો) અને લેપ (ચિત્તનું બીજે મૂકવું) ઈત્યાદિ દોષો નષ્ટ થતા જાય છે. ખેદ-ઉદ્વેગ-ક્ષેપ વગેરે જે ચિત્તના આઠ દોષો છે તે દોષો દૃષ્ટિઓના પ્રભાવે દૂર થતા જ જાય છે. અને જેમ વસ્ત્રનો મેલ દૂર થતાં તેમાં ઉજ્વળતા સ્વતઃ જ ચમકે છે ઉજ્જવલતા લાવવી પડતી નથી તથા વાસણનો કાટ દૂર થતાં તેમાં ચમક આપોઆપ સ્વતઃ જ આવે છે, સુવર્ણમાં મિશ્ર કરેલો ત્રાંબા-રૂપાનો (પરદ્રવ્યનો) અંશ દૂર થતાં સુવર્ણ આપોઆપ સ્વત: જ ઝળકે છે તેમ યોગદષ્ટિઓના પ્રતાપે ખેદ-ઉગ-ક્ષેપ આદિ મેલ-કાટ-પરભાવદશારૂપ દોષો દૂર થયે છતે અખેદ (ધર્મકાર્યોમાં રુચિ) તત્ત્વજિજ્ઞાસા (તત્ત્વ જાણવાની ઇચ્છા), અને તત્ત્વશુશ્રુષા (એટલે તત્ત્વ
ની ઇચ્છા) ઇત્યાદિ ગણોરૂપી ચમક આપોઆપ સ્વતઃ જ ઝળકે છે. જેમ જેમ આત્મામાંથી દોષો દૂર થાય છે અને ગુણો પ્રગટે છે તેમ તેમ યોગનાં યમ-નિયમ-આસન અને પ્રાણાયામ આદિ અંગો પ્રાપ્ત થતાં જાય છે કે જેથી છેલ્લી દૃષ્ટિ આવતાં યોગ પૂર્ણપણે ખીલતાં આ આત્મા પૂર્ણ સમાધિ રૂપ ફળ પ્રાપ્ત કરે છે. આ રીતે આ ગ્રંથમાં યોગની આઠ દૃષ્ટિ, તેમાં થતા બોધને સમજાવવા આઠ ઉપમા, આઠ દોષોનો નાશ, આઠ ગુણોની પ્રાપ્તિ, અને યોગનાં ક્રમશઃ આઠ અંગોનું યંજન વર્ણવવામાં આવશે.
યોગની દૃષ્ટિઓનું ચિત્ર ક્રમ | યોગદૃષ્ટિ | યોગાગ | દોષત્યાગ ગુણ-સ્થાન બોધ-ઉપમા | વિશેષતા ૧. | મિત્રા | યમ | ખેદ
તૃણાગ્નિકણ | | મિથ્યાત્વ તારા નિયમ ઉગ જિજ્ઞાસા ! ગોમય અગ્નિકણ
અદ્વેષ
=
બલા
આસન
ક્ષેપ
શુશ્રુષા | કાષ્ઠ અગ્નિકણ
$T
દીમા
પ્રાણાયામ
ઉત્થાન
શ્રવણ
દીપપ્રભા
5 |
સ્થિરા
પ્રત્યાહાર
ભ્રાંતિ
8 |
બોધ
રત્નપ્રભા
સમ્યક્ત્વ
કાંતા
ધારણા
મીમાંસા
તારાપ્રભા
પ્રભા
ધ્યાન સમાધિ
અન્યમુદ્ | રુમ્ (રોગ)
આસંગ
પ્રતિપત્તિ પ્રવૃત્તિ
સૂર્યપ્રભા ચંદ્રપ્રભા
૮.
પરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org