________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ઉપોદ્ઘાત
વળી જે આત્માની જે બાજુની દૃષ્ટિ (જ્ઞાન-બોધ) જેટલી જોરમાં હોય છે. તે આત્માની તે બાજુની રુચિ અને નિવૃત્તિ-પ્રવૃત્તિ તેટલી જ જોરથી હોય છે. માટે દૃષ્ટિ (જ્ઞાન-બોધ) એ જ રુચિ અને નિવૃત્તિ-પ્રવૃત્તિનો (એટલે કે દર્શન અને ચારિત્રનો) મૂલાધાર છે માટે જ આ ગ્રંથમાં દૃષ્ટિઓનું વર્ણન કરવામાં આવે છે.
સંસારમાં પરિભ્રમણ કરતા જીવોની દૃષ્ટિ બે જાતની હોય છે. (૧) સાંસારિક સુખો તરફ અર્થાત્ ભોગ સુખ તરફ દૃષ્ટિ અને (૨) મોક્ષ તરફ દૃષ્ટિ અર્થાત્ આત્માના ગુણવિકાસના સુખ તરફ. પ્રથમ દૃષ્ટિ પ્રાય સર્વજીવોમાં હોય જ છે. અનાદિકાલીન મોહની પરવશતાના લીધે પૌદ્ગલિક સુખોની તીવ્ર ઘેલછા, અને દુઃખોથી ભયભીતતા સર્વજીવોમાં સદા સહજ હોય છે તેને જ ભવાબિનન્દિતા પણ કહેવાય છે. આવી દષ્ટિના કારણે જીવ સદા સાંસારિક સુખનો રાગી, સુખનાં સાધનોનો રાગી, સુખનાં સાધનોના પરિગ્રહવાળો, અને સુખ કે સુખનાં સાધનોમાં વિક્ષેપ કરનારા ઉપર સદા દૈષવાળો હોય છે તથા દુઃખ ઉપર, દુઃખનાં સાધનો ઉપર, કે દુઃખ આપનાર ઉપર સદા હૈષવાળો હોય છે. અને દુઃખ કે દુઃખનાં સાધનો દૂર કરનાર-કરાવનાર ઉપર સદા રાગવાળો હોય છે. આ રીતે આ જીવ સદા રાગ-દ્વેષ યુક્ત હોવાના કારણે તેનું ચિત્ત સદા કલેશ-કંકાસકડવાશ અને આવેશોથી ઘેરાયેલું જ રહે છે. આવી સંસારાભિમુખ દૃષ્ટિને “ઓઘદૃષ્ટિ” કહેવાય છે. આ જે દૃષ્ટિ છે તે આ આત્માને દુઃખ ન જ આવે એવા સદાકાળના સુખને આપનારી બનતી નથી. આવા જીવો પત્થર એટલા દેવ માનીને પૂજે, ધર્મ કરે, બાધા-નિયમો કરે, મંત્ર તંત્ર જડીબુટ્ટી કરે. પરંતુ ભોગાભિલાષક દૃષ્ટિ હોવાથી તે ધર્મારાધન પણ પૌદ્ગલિક સુખની લિપ્સાથી અને દુઃખના ભયથી જ કરેલું છે તેથી તે આત્મિક સુખને આપનાર બનતું નથી માટે ભોગસુખ તરફની દૃષ્ટિ એ “ઓઘદૃષ્ટિ” કહેવાય છે સંસારના અર્થી એવા સર્વજીવોમાં તરતમભાવે આ દષ્ટિ હોય છે. આ દૃષ્ટિ જીવને સદા સુખદાયી બનતી નથી. કારણકે સંસારનું પૌદ્ગલિક સુખ દુઃખથી મિશ્રિત જ હોય છે અને અંતે પણ દુઃખ આપનારૂં જ થાય છે તેથી આ શાસ્ત્રમાં આવી ઓઘદૃષ્ટિનું વર્ણન બહુ આવશે નહીં. આ ઓઘ દૃષ્ટિ કોઇને સમજાવવી પડતી જ નથી. અર્થનું સંવર્ધન કેમ કરવું ? અને ભોગસુખો કેવી રીતે મેળવવા અને ભોગવવા ? તેની સમજ કોઈને આપવી પડતી નથી તથા તે સદા સુખદાયી પણ નથી. મોહની પરવશતાથી સહેજે આવડી જ જાય છે. પુણ્યના યોગે પ્રાથમિક અલ્પ પૌલિક સુખ આપે તો પણ સંરક્ષણકાળ અને વિયોગાદિકાળે દુઃખમાં જ પરિણામ પામે છે.
બીજી જે દૃષ્ટિ છે. તે પુલોના સુખોથી નિરપેક્ષ, આત્મિક ગુણોના વિકાસની, અને તેના સુખના આનંદવાળી દૃષ્ટિ છે. તે દૃષ્ટિ આ આત્માને કાળક્રમે મોક્ષની સાથે મુંજન (જોડાણ) કરનાર હોવાથી “યોગદૃષ્ટિ” કહેવાય છે. આ દૃષ્ટિ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ અને ક્ષયથી તથા મોહનીયકર્મના ક્ષયોપશમ-ઉપશમ- અને ક્ષયથી આવે છે. એટલે સમજાવવી પડે છે. આ દૃષ્ટિના અનાદિકાળના સંસ્કાર ન હોવાથી તેના માટે પુરુષાર્થ કરવો પડે છે. માટે જ પૂર્વના મહાગીતાર્થ આચાર્યો આ યોગની દૃષ્ટિઓને સમજાવતા આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org