________________
(અંતરની ઉર્મિ
શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનો શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ અનુવાદ કરી અભ્યાસકવર્ગની જીજ્ઞાસા પૂર્ણ કરવા સારો પ્રયાસ કરેલ
યોગદષ્ટિસમુચ્ચય નામના આ ગ્રંથના અભ્યાસથી અને પરિશીલનથી સાચી સમજણ મેળવવા દ્વારા સંસારમાં પરિભ્રમણ કરતા જીવો આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત કરે છે. મિત્રા વગેરે આઠ દૃષ્ટિમાંથી જીવ પોતે કઈ દૃષ્ટિમાં છે પરાષ્ટિ કયારે પ્રાપ્ત થાય! તે સમજ આવે છે. દર્પણમાં પોતાના પ્રતિબિંબનું દર્શન થાય છે તેમ જીવ પોતે કયાં છે તે સમજાય છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના અભ્યાસથી જૈનદર્શનના અનેકાન્તવાદને સમજી કદાગ્રહ દૂર કરી મૈત્રીભાવ પ્રાપ્ત કરી પરમાત્મા પ્રત્યે બહુમાન થવા સાથે “ગુણાનુરાગ” પ્રગટ થવામાં આ ગ્રંથનો અભ્યાસ કારણ બને છે.
શ્રી ધીરૂભાઇએ દ્રવ્યાનુયોગ, વ્યાકરણ, ન્યાય અને ધાર્મિક વિષયોનું સારું અધ્યયન કરી વર્ષો સુધી સારી રીતે અધ્યાપનનું કાર્ય કરાવેલ છે. વિદેશમાં જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવતાં દિવસે મળતા સમયમાં આ ગ્રંથનો અનુવાદ કરી પદાર્થોનું સરળ ભાષામાં રજુઆત કરવા દ્વારા શ્રુતજ્ઞાનની સુંદર ભક્તિ કરી છે. આ સુંદર કાર્ય કરવા બદલ શ્રી ધીરૂભાઇ ડાહ્યાભાઇને અભિનંદન આપું છું.
શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનાં કેટલાક પાનાં મેં વાંચેલ છે. તેથી અભ્યાસકવર્ગને આ ગ્રંથનો અભ્યાસ કરવા ભલામણ કરું છું. આવા ગ્રંથના અભ્યાસથી જીવો ગુણો પ્રાપ્ત કરી ગુણાનુરાગ પ્રાપ્ત કરવા સાથે આધ્યાત્મિક વિકાસ કરવા સમર્થ બને એવી આશા રાખું છું.
શ્રી ધીરૂભાઇ આધ્યાત્મિક વિષયના બીજા ગ્રંથોનું સંપાદન કરી અભ્યાસક વર્ગની જિજ્ઞાસા પૂરી કરે તેવી આશા રાખું છું.
તા. ૨૧-3-૨૦OO. ૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત.
લિ. માણેકલાલ હરગોવનદાસ સોનેથા
સાહિત્યશાસ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org