________________
બે બોલ
આસન્ન ઉપકારી પ્રભુ મહાવીરના શાસનમાં ચૌદપૂર્વનું જ્ઞાન અને દૃષ્ટિવાદ વિચ્છેદ થયા પછી પણ પૂર્વ મહર્ષિઓએ પોતાની પાસે જે જ્ઞાન બચ્યું તે શાસ્ત્રારૂઢ કર્યું, આવા ગ્રંથો સવિશેષ ઉપયોગી થાય એ હેતુથી તેની ઉપર ચૂર્ણિ-ટીકા-ભાષ્ય આદિ બનાવ્યાં.
શાસ્ત્રારૂઢ થયેલા આગમગ્રંથો ભણવા માટે અધિકારી જીવોના ઉપકાર માટે પૂર્વાચાર્યોએ આગમગ્રંથોના સાર રૂપે અનેક પ્રાકરણિક ગ્રંથો બનાવ્યા. તે ગ્રંથકારોમાં એક મહાન્ વિભૂતિ સ્વરૂપ આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ. પણ છે. જેઓએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી છે આજે તેઓના ૫૦-૬૦ ગ્રંથો ઉપલબ્ધ છે. તે પૈકી યોગવિષયક ચાર ગ્રંથો પ્રાપ્ય છે.
આ યોગદૃષ્ટિ ગ્રંથ પણ તે ચારમાંનો એક છે. “મોક્ષની સાથે ક્રમરાઃ જોડાણના વિષયવાળો ગ્રંથ છે. અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આત્માને જ્યાં સુધી ઓઘદૃષ્ટિ જતી નથી અને યોગદૃષ્ટિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી આ આત્મા શાશ્વતસુખનો સ્વામી બની શકતો નથી. મન, વચન અને કાયા દ્વારા આત્મામાં પ્રવર્તતો વ્યાપાર તે યોગ કહેવાય છે. પરંતુ તે કર્મબંધનો હેતુ હોવાથી અહીં વિવક્ષિત નથી. કર્મક્ષયના હેતુભૂત સમ્યગ્ બોધવ્યાપાર તે અહીં યોગ છે. અભ્યન્તર દૃષ્ટિ ખોલનારા એવા મહર્ષિ શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથને સામાન્ય જ્ઞાનવાળા જીવો પણ કંઇક જાણી શકે, પામી શકે તે હેતુથી મારા વડીલ બંધુ શ્રી ધીરૂભાઇએ ભાષાનુવાદ સાથે ભાવાનુવાદ તૈયાર કરી બાલભોગ્ય બનાવવા પ્રયત્ન કર્યો છે. તેમાં ક્રમશઃ આત્મિક વિકાશ સૂચવતી આઠ દિષ્ટ ઉપર શબ્દાર્થ-ભાવાર્થ અને સારાંશ સાથે જૈનદર્શનને નહીં પામેલા જીવો પણ સમજી શકે તે રીતે વર્ણન કરેલ છે.
શ્રી ધીરૂભાઇએ લખેલા કેટલાક ભાવાનુવાદો દેશ-વિદેશમાં લોકોને સમ્યજ્ઞાનનું કારણ બન્યા છે અને બને છે. બીજા પણ આવા ભાવાનુવાદો લખીને પ્રકાશિત કરે એવી આકાંક્ષા સાથે તેમના પ્રયત્નને બિરદાવવાપૂર્વક વિરમું છું.
Jain Education International
એજ લિ. મહેતા રસિકલાલ શાન્તિલાલ-સુરત
For Private & Personal Use Only
www.jainelibrary.org