Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪
, , , ,
, ,
, , , , ,
, , , , ,
,
,
, , ,
, ,
, , ,
,
,
,
, , ,
,
,
.
જ
સમાલોચના. (નોંધઃ-દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલદ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ બધા સાધુઓના મુખેથી લઈને બુદ્ધિથી સંકલન કરી પુસ્તકમાં આગમો લખ્યાં એવી
સામાચારીશતક વિગેરેની સ્પષ્ટ વાત છતાં ન સમજે અને કેવળ અછતા દોષો બીજા ઉપર લગાડવાને પોતાના વાસ્તવિક દોષોને ઢાંકવાની આદતને લીધે રચવાનું એટલે નવા બનાવ્યાનું કહે તેને વિદ્વાનો કઈ કોટિમાં મૂકે ? પખંડાગમમાં કોઈ ગણધરપ્રણીત વાક્યો નથી, ને તે દિગંબરોના હિસાબે પણ નવાં જ વાક્યો હોવાથી નવાં બનેલાં છે, માટે શ્વેતાંબર આગમો ઉદ્ધરેલાં ને દિગંબર શાસ્ત્રો નવાં બનેલાં છે એ
દિવા જેવી વાત છે. ૩ કુન્દકુન્દ્રાચાર્યના દર્શનપ્રાભૃતાદિને દેખનારા સ્પષ્ટ સમજી શકે તેમ છે કે ચારિત્રના ઉપકરણોનું
ઉત્થાપન કુકુન્દ(કૈચ્છિન્ય)થી શરૂ થયેલ છે. મૂલ ભાષામાં વર્તમાન શ્વેતાંબરી આગમો છે એમ આડકતરી રીતે કબુલ કરવા જવું તે કરતાં
સ્પષ્ટપણે કબુલ કરવું જ સુજ્ઞને યોગ્ય છે. ૫ કોઈપણ શ્વેતાંબર આચાર્યે એમ કહ્યું જ નથી કે પહેલાં બધાં આગમો સંસ્કૃતમાં હતાં. માત્ર સંસ્કૃત
ભાગ કરતાં પ્રાકૃત ભાગનો ફાયદો જ જણાવવા વાત્રી ' ઇત્યાદિ શ્લોક છે. “સ્ત્રી' વિગેરે શ્લોક તો પંડિતજીનો કલ્પિત જ છે. દિગંબરો શ્રી સિદ્ધસેનદિવાકર કે જે વિક્રમના સમકાલીન હતા ને જેના ન્યાયાવતારમાં પ્રમાણના લક્ષણને પ્રસંગે જ “માતોપ'. શ્લોક લખેલો સ્વામીજીના કહેવાતા રત્નકરંડમાં દાખલ થયો છે તેઓને જો દિગંબરો માન્ય કરતા હોય તો સિંહાસનસ્થ'. વિગેરે કલ્યાણમંદિરનાં તેમનાં કાવ્યો માન્ય કરી ભગવાનનું આકાશમાં રહેવું ને અક્ષરવાણી ન માનવી. તત્ત્વાર્થનું ભાષ્ય શ્રીઉમાસ્વાતિવાચકજીનું પોતાનું છે તે બાબતમાં ભાષ્યના અંત્યમાં તેને
સ્વોપજ્ઞપણે જણાવે છે. વળી તે ભાષ્ય જો અન્યનું હોત તો ભાષ્યમાં અત્યંત ઘણે સ્થળે સત્રકારની સાથે અભિન્નતા જણાવનાર ૩, વ, વામ: ઇત્યાદિ પ્રયોગો હોત નહિ, તેમજ અન્ય સર્વ ભાષ્યોની માફક સૂત્રકારને નમસ્કાર આદિ કરત ને મહિમા ગાત. વળી સર્વાર્થસિદ્ધિ વિગેરે ટીકાઓ કઈ વ્યાખ્યાને અનુસરીને થઈ તેનો ઉલ્લેખ જ નથી, એટલે કહો કે તે સ્વોપજ્ઞભાષ્યને આધારે તે ટીકાઓ લખ્યા છતાં સ્પષ્ટ કહેતાં મતાગ્રહ જ નડ્યો. શ્રી કલ્પસૂત્રમાં તો માંસનો નિષેધ છે, ભગવતીજીમાં માંસ ખાધાની વ્યાખ્યા જ નથી અને શ્રી આચારાંગમાં સાધુનું સ્વયં વર્તન છે સૂત્રકારનું વિધાન નથી. વળી વનસ્પતિનો અધિકાર સ્પષ્ટ છે, છતાં યદ્વાતંદ્રા લખવું તેમાં અન્યની સત્યતા પણ સહન ન થઈ તે જ કારણ. વસ્ત્રના સંબંધમાત્રથી ચારિત્રનો અભાવ માનનારાને ઉપસર્ગથી પણ વસ્ત્રનો સંગ હોય ત્યાં મુનિપણું કેમ રહે ? અને મમત્વ ન હોવાથી પરિગ્રહ ન ગણાય એમ કહેવામાં તો ધર્મોપકરણ માની શ્વેતાંબરોની માન્યતા જ સાચી થાય.
(જૈન દર્શન)
૭