Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ તે પણ ઠીક લાગતું નથી, માટે તે આલેખોમાં પરિવર્તનની આવશ્યકતા છે. તેવા આલેખો ભરાવવા તે કરતાં સૂર્યમુખી, ચંદ્રમુખીનું આલેખન તેમજ નવી જાતની વેલો, ચૌદ સ્વપ્નાં, અષ્ટમંગળિક
ખ આલેખો ભરવામાં આવે તો તે વ્યાજબી લાગે છે, પણ આરાધ્ય મહાપુરુષને આરાધનાના
સાધનમાં ગોઠવવા તે ઠીક નથી, માટે સાધનને સાધ્યમાં ખેંચી જવું વ્યાજબી નથી. પ્રશ્ન ૭૨૪- બારવ્રત સંપૂર્ણ ન લેવાં હોય તો અને ઓછાવત્તાં વ્રતો લેવાં હોય તો નાણ માંડવી તે ઘટિત ખરું
કે ? સમાધાન- નંદીથી જેટલાં વ્રત લેવાં હોય તેટલાં લઈ શકાય છે. સમ્યકત્વ માત્રપણ ઉચારી શકાય છે. પ્રશ્ન ૭૨૫- આવશ્યક વૃત્તિકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ “પર વૃદ્ધા” એ ગાથાની
વ્યાખ્યા કરતાં પ્રત્યેક બુદ્ધો એકલા રૂપા જેવા એટલે છાપ વગરના રૂપા જેવા હોય છે, પણ માત્ર અંતર્મુહૂર્ત જેટલા વખત સુધી દ્રવ્યલિંગ ન ગ્રહણ કરે ત્યારે જ તેમને માત્ર રૂપા જેવા સમજવા એમ જણાવે છે ને પ્રજ્ઞાપના તથા નંદજીની વ્યાખ્યામાં પ્રત્યેક બુદ્ધોને દેવતાએ વેષ આપેલો હોય અથવા શાસ્ત્રોમાં પં ય વૃદ્ધ એમ જણાવી પ્રત્યેક બુદ્ધોને વેષરૂપ છાપ વિનાના કેવળ
ગુણસ્વરૂપ રૂપાવાળા જણાવેલા છે તો તે બે ગ્રંથોનો અવિરોધ કેવી રીતે સમજવો? સમાધાન- ખં પત્તેય વૃદ્ધા એ પદથી યાવત્ પ્રત્યેક બુદ્ધોને માત્ર રૂપાની માફક ગુણવાળા જ લેવા હોય ત્યારે
તો બધા પ્રત્યેક બુદ્ધોમાં જેઓ દેવતાએ દીધેલા વેષને ગ્રહણ કરે છે તે પણ અંતર્મુહૂર્ત જેટલો વખત તો જરૂર દ્રવ્યલિંગ વગરના જ હોય છે ને લિંગને નહિ લેનારા પ્રત્યેક બુધ્ધોને તો વેષ કોઈપણ વખત હોતો નથી, એટલે અંતર્મુહૂર્ત જેટલો વખત તો કોઈપણ પ્રત્યેક બુદ્ધને વેષ હોય જ નહિ એ પ્રમાણે
જ્યારે આવશ્યક વ્યાખ્યાકારે વ્યાપકપણે ત્યાં વ્યાખ્યા કરી ત્યારે નંદીજી આદિમાં સંભવપણ વ્યાખ્યા ધારીને જણાવ્યું કે વેષરૂપ છાપ વિનાના કેવળ રૂપા તુલ્ય સાધુપણાના ગુણમાં રહેનારા હોય તો માત્ર પ્રત્યેક બુદ્ધો જ છે અર્થાત્ પ્રત્યેક બુદ્ધોમાં જ માત્ર સાધુપણાના વેષ સિવાય સાચા સાધુપણાનો સંભવ ગણાય. આવી રીતે વ્યાપક અને સંભવની અપેક્ષાએ લેવાથી બન્ને પાઠ મળતા થશે.
(૧૯ મા પાનાનું ચાલું) ૪ અશાતના ટાળવા માટે જ મુખકોશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે શાસ્ત્રના વિધિપાઠ વગર
જણાવી તેથી તેની માફક પ્રસંગ આવે. ભ્રમરનું દૃષ્ટાંત છે, નહિ કે અનુકરણ. તમારે તો ગૃહસ્થના મુખકોશનું અનુકરણ લેવું છે, તેમજ
અશાતનાના ભયથી તે માનીને અનુકરણ કરો છો. ૬ બાંધનારની મુહપત્તિ ભીની થાય તે શ્રોતા ને દેખા દેખી શકે છે ને તે નાક ઉપર હોવાથી અધર રહે છે. ૭ મૃતકના કાન વિંધવાના પાઠ તો આપો કે જેથી બીજા પ્રસંગે તે છવિ છેદનું યોગ્યપણું છે કે કેમ તે વિચારાય. ૮ શ્રી ભગવતીજીના વાક્યથી બોલતાં મુખ ઢાંકવું એટલું જ નક્કી છે. જો તેથી સાવદ્યવચનપણું
ટાળવા બાંધવાનું હોય તો બધી વખત બોલતાં બાંધવી પડશે. ૯ નમુત્થણે કહેતાં મુખ આગળ હાથ ને મુહપત્તિ રાખી યોગમુદ્રા બને છે. હાથમાં હોવાથી જ
જિનેશ્વરની યોગમુદ્રાથી આ જુદી પડે. ૧૦ મુખ આગળ મુહપત્તિ હાથે રખાય તે સ્થાપન નહિ ? ૧૧ ચર્ચાસારમાં ૯૫૭ના અર્થમાં બાંધવાનું જૂઠું કહેલ છે. ૧૨ મુખકોશ બાંધનાર મૌન હોય તમારે વાંચવું છે.
(મુંબઈ સમાચાર તા. ૧૮-૧૦-૩૪)