________________
૧૭.
પહેલાં તેમણે માસખમણની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. ૨૭ દિવસ સુધી વગર ચાજે તેઓ ઓપરેશન કરતા અને દર્દીઓને રાહત આપતા. આવા કેળવાયેલા આત્માને પણ ધર્મ રૂપે છે. જે ધર્મમાં કંઈ ન હેત તે આવા માણસને ધર્મ રૂચત જ નહી.
કહેવાનો આશય એ છે કે પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સુત્રનું પ્રથમ અધ્યથન વિનય અને બીજુ પરિષહ છે. જે જીવમાં વિનયગુણ વણાયે નહીં હોય તે પરિષહમાં સ્થિર રહી શકે નહીં. આ રીતે ઉત્તરોત્તર ક્રમથી જ અધ્યયન ગઠવ્યાં છે. તેમાં ચૌદમું અધ્યયન જેમાં છ જેને અધિકાર છે. જેમાં એક તરફ ચાર છે અને બીજી તરફ બે જીનાં પાત્ર છે. કમલાવતી રાણીએ ઈષકાર રાજાને જગાડશે. બીજી તરફ યશાભાર્યા તેના પતિને સંસારમાં રોકી રાખવા માટે સમજાવશે, કમલાવતી રાણી સ્ત્રી હોવા છતાં સભા વચ્ચે ઈષકાર રાજાને સત્ય વાત કહેતાં સહેજ પણ અચકાતી નથી વગેરે વાતે આ અધિકારમાં આવશે. આવા સુત્રના ગહન ભાવે એકાગ્ર ચિત્તથી સાંભળવાથી અપૂર્વ ભાવ આવશે. હવે વિશેષ અવસરે
વ્યાખ્યાન નં.-૩ અષાડ વદ એકમ ને રવિવાર તા. ૧૯-૭-૭૦. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને ! શાસન સમ્રાટ ત્રિલોકીનાથના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. વીર પ્રભુની વાણીમાં કેવી તાકાત રહેલી છે ! જે આપત્તિઓને દૂર કરવા તમે ગમે તેટલે પુરૂષાર્થ કરે છતાં દૂર ન કરી શકે તે વીર વાણી કરી શકે છે. તે સંપત્તિને આપનારી અને વિપત્તિને ભેદનારી, ત્રિવિધતાપને મટાડનારી છે. આવી વીરવાણી પ્રત્યે જ્યાં સુધી તમને અટલ શ્રદ્ધા નથી ત્યાં સુધી તમે તેના મધુરા ઘૂંટડા પી શકશે નહિ. જેમ તમારા શરીરમાં દર્દ થયું. ડોકટર પાસે જઈને નિદાન કરાવ્યું. અને ડોકટરે કહ્યા પ્રમાણે પથ્યનું પાલન કરે છે, તેમ તમારા ભવરેગનું સંતરૂપી ડેકટરોએ નિદાન કર્યું છતાં તેમાં તમને શ્રદ્ધા થઈ નથી.
જ્ઞાની ભગવંત કહે છે કે આત્મા અનાદિ કાળથી રાગ-દ્વેષ અને મહિના બંધનમાં બંધાએલો છે. તેને તેડીને આત્મા તરફનું લક્ષ કર. આજે દરેક ઈચ્છે છે કે મને સ્વર્ગ મળે, પણ એ સ્વર્ગે સુખની પ્રાપ્તિની આકાંક્ષા રાખે છે તેને છોડી દે. સ્વર્ગમાં તમારી સીટ રીઝવર્ડ કરાવવા કરતાં તમે જ્યાં વસો છે તેને તમે સ્વર્ગ બનાવી દે. બીજા સ્વર્ગની તમે ઈચ્છા ન કરે. જે ઘરમાં સદા સંપ સંતોષ અને શાંતિ હેય તે ઘર જ સ્વર્ગ બને ને ! તમને વધુ ત્રહાલું શું છે? ઘર કે. ઉપાશ્રય ! ઉપાશ્રયથી ઘર વધુ વહાલું છે. ઘર શબ્દ