________________
પ્રકરણું ત્રીજું
કિન્નરીને ઈતિહાસ–રાજા મહસેન
છે. આટલું
કતિ ઉપરથી જ
આનાથ
તે સુંદરીએ પિતાને ઇતિહાસ શરૂ કરતાં જણાવ્યું કે ભાઈધનપાળ ! હું કિન્નરી છું. ઉત્તમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થઈ આ કિનરીના પદને પામી છું. અને મોહથી મેહિત થઈ આ સંસારચકમાં પરિભ્રમણ કરું છું. આટલું કહેતાં કહેતાં તેના મુખ પર ગ્લાનિ આવી ગઈ. તેના શબ્દો પરથી અને આકૃતિ ઉપરથી જણાઈ આવતું હતું કે આ કિન્નરીપદ તેને દુઃખદ લાગતું હતું અને આનાથી અધિકપદ તે કોઈ પણ જાતના સબળ કારણથી મનુષ્ય ભવમાં મેળવી શકી ન હતી અથવા મનુષ્યભવમાં સર્વે અનુકૂળ સંયોગે છતાં કોઈ પણ જાતના મેહ, પ્રમાદ કે અજ્ઞાનતાને લઈ તે અનુકૂળ સંગોનો લાભ તે લઈ શકી ન હતી તેને તેને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતો.
ધનપાળે પિતાની પત્નીને કહ્યું. એ અવસરે મેં તે અપ્સરાને વિનયથી જણાવ્યું–બહેન ! આટલું કહેવાથી હું કાંઈ સમજી શકતો નથી કે તમે ઉત્તમ મનુષ્ય જિંદગીથી કેવી રીતે ભ્રષ્ટ થયાં માટે વિસ્તારથી તમારે વૃત્તાંત આગળ ચલાવે.
- મારી પ્રેરણાથી તે કિન્નરીએ વિસ્તારથી પિતાને વૃત્તાંત શરૂ કરતાં જણાવ્યું કે ધનપાળ ! દક્ષિણ દિશામાં આવેલા મલયાચળના પહાડથી મંડિત ભલય નામને રસાળ પ્રદેશ છે. તે દેશમાં મહાન સમૃદ્ધિમાન મલયવતી નામની નગરી છે, તેમાં મહસેન રાજા રાજ્ય કરતો હતો.