________________
(૧૫)
ષોનાં કે. મહાન ગુણવાન સ્ત્રીઓનાં જીવનચરિત્રોમાંથી અનુકરણ કરવાનું ઘણું મળી આવે છે. અને આ ઉદ્દેશથી જ અનેક ધર્મશાસ્ત્રોમાં, કથાઓનો કે જીવનચરિત્રનો ભાગ મુખ્ય રાખ્યો હોય તેમ અનુભવાય છે. જો તેમ ન હોય તો જેનું જીવનચરિત્ર આપણે વાંચીએ છીએ કે ગુરુદ્વારા સાંભળીએ છીએ, તે ચરિત્રમાં આવતા ગુણ દોષોને ફાયદો તે તે ચરિત્રના નાયકોને જ થયેલો હોય છે; તો પછી તે વાંચવામાં કે સાંભળવામાં ફેગટ વખતને વ્યય કરવાનું કારણ શું? કાંઈ જ નહિ. પણ તેમ નથી. જીવનચરિત્ર સાંભળવા કે વાંચવાને મુખ્ય ઉદ્દેશ જ એ છે કે વિચારદષ્ટિએ તે ચરિત્રના નાયક, નાયિકાના ગુણ દોષો શોધી કાઢવા. ગુણેનું અનુકરણ કરવું અને દેષોનો ત્યાગ કરવો.
ચરિત્રમાં અનેક રસનું પોષણ કરેલું હોય છે, તથાપિ આત્માને શાંતિ અનુભવાવનાર, આત્માને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર અને દુઃખમય દુનિયામાં પણ સુખને અનુભવ કરાવનાર શાંતરસ અને વૈરાગ્યરસને તે જીવનચરિત્રોમાંથી શોધી કાઢવા જોઈએ, અને તેનું સ્મરણ-આલેખન વારંવાર હદયપદ પર થવું જોઈએ. તેમ થાય તે જ જીવનચરિત્રે વાંચવાનું કે સાંભળવાનું સાર્થકપણું છે. જો તેમ ન થાય તો જીવનચરિત્ર, વાકયો કે શાસ્ત્રો, શસ્ત્રરૂપે પરિણમે છે. માનસિક અનેક વિકાર ઉત્પન્ન કરી મોહ, અજ્ઞાન, રૌદ્ર અને બીભત્સાદિ રસો તરફ ખેંચી જાય છે. સુખને બદલે પરિણામે દુઃખ આપી ઊંચી માનવ જિંદગીમાંથી અધ:પાત કરાવે છે, માટે આત્મસ્થિતિની ઉચ્ચતા પ્રાપ્ત કરવાના હેતુથી, ચરિત્રાદિ ગ્રંથના સાંભળનારા કે વાચનારા વાચકોએ પૂર્વોકત જીવનચરિત્ર સાંભળવાનો કે વાંચવાનો મુખ્ય હેતુ અવશ્ય ધ્યાનમાં રાખવો જોઈએ. હે પ્રિયા ! આ ઉદ્દેશને મનમાં રાખી હું મારા મિત્ર સહિત એક શાંત સ્થળે જઈ બેઠો અને તે સુંદરી પણ અમારી પાસે આવી બેઠી.