________________
(૧૩)
અનેક કિન્ન તે મહાભાગ મુનિઓના ગુણોની તવના કરે છે. શું. તે વાત સત્ય છે ?
પહેલા શિખર પર આવેલા નેમનાથ પ્રભુના મંદિરમાં રાત્રિના સમયે ભક્તિભાવથી દેવાંગનાઓ અનેક પ્રકારે સ્તુતિ તથા નૃત્યાદિ,
ઐરાવણ નામના ઇદ્રહસ્તીના તીણ ખુરાગ્ર ભાવથી દબાયેલ પૃથ્વીતળમાંથી, ઉત્પન્ન થયેલ કુંડમાં ઝરતાં સુંદર ઝરણું વહન થઈ રહેલ છે ?
આ સર્વ વાત શું સત્ય છે ? આપે તે સર્વે નજરે દેખી છે ? આ મારો સંશય આપ દૂર કરે.
ધનપાળે જણાવ્યું. હે સુતનું! તેં જે જે પ્રજને પૂછયાં છે તે સર્વ સત્ય છે. ધ્યાનારૂઢ થયેલ અનેક મહાપુરુષો ગિરનાર પર્વતની શિલાઓ ઉપર, ગુફાઓમાં અને ગીચ ઝાડીઓમાં આત્માનુભવ કરી રહ્યા છે. અપ્સરાઓ સહિત અનેક કિન્નરે ત્યાં ક્રીડા કરતા નજરે પડે છે. ધ્યાનારૂઢ, આત્મપરાયણ તે મહાત્માઓને આત્મિક પ્રયત્ન દેખી તે પ્રયત્ન કરવામાં પિતાની અસમર્થતાને નિંદતા તે કિન્નરગણ, તેઓના ગુણગ્રામો કરે છે.
ગુણાનુરાગથી તેમજ આત્મ ઉચ્ચતા કરવાની પ્રબળ ઇચ્છાથી પ્રેરાયેલા કિન્નરે અપ્સરાઓ સહિત, ભકિતભાવ દર્શાવતા, તેઓની અનેક પ્રકારે સ્તુતિ કરી પિતાને કૃતાર્થ કરે છે.
હરતીપદ (ગદ્રપદ ) કુંડમાંથી નિઝરણાને અખંડિત પ્રવાહ ચાલી રહેલો છે. આ સર્વ વાત સત્ય છે, અને મેં નજરે દેખેલ છે.
પ્રિયા ! બીજું પણ એક મહાન આશ્ચર્ય, તે પહાડ ઉપર મેં દેખ્યું છે તે હું તને કહી સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ
મારા આત્માને શાંતિ આપવા નેમનાથ પ્રભુના દર્શનાર્થે હું