________________
(૧૧)
માનતો ધનપાળ મિત્ર સહિત મંદિરમાંથી “આવસ્સહિ” કહી બહાર આવ્યો.
ધનપાળ જ્યારે મંદિરમાંથી પ્રભુની છેવટની સ્તુતિ કરી બહાર નીકળતો હતો, તે અવસરે એક સુંદર અપ્સરા (દેવાંગના કિનરી) તે મંદિરમાં દાખલ થઈ. તેણે પણ ઘણું ભક્તિભાવથી મધુર સ્વરે વાજીંત્ર સહિત પ્રભુની સ્તુતિ કરી. ધનપાળ પણ તે સાંભળવા માટે ત્યાં રોકાયો અને જ્યારે તે સ્તુતિ પૂર્ણ થઈ ત્યારે ધનપાળ મંદિરમાંથી બહાર આવ્યો. તે દેવાંગના પણ બહાર આવી, અને એક શાંત સ્થળે ઘણાં લાંબા વખત સુધી ધનપાળની સાથે વાતચીત કરવામાં તે રોકાણી. પોતાનો લાંબો ઈતિહાસ ધનપાળને જણાવી છેવટે ઘણી ખુશી થતી તે અપ્સરા આનંદથી તેનાથી જુદી પડી. દેવાંગનાના જવા પછી પણ ધનપાળ કેટલાક વખત સુધી તે પહાડ પર રોકાયો. શાંતિવાળા સ્થળે માં બેસી મિત્ર સહિત મહાત્મા પુરુષોના ગુણગ્રામ કરવા લાગ્યો. તે મના ઉત્તમ જીવનચરિત્ર સ્મૃતિમાં લાવતાં, તે મહાપુના અદ્ભુત પુરુષાર્થ માટે તેને મહાન આશ્ચર્ય થયું. આનંદથી તેના અવયે પ્રફુલ્લિત થયાં. ગુણાનમેદનના આવેશમાં તેના નેત્રપુટમાંથી હર્ષાબુને (હર્ષના આંસુને) પ્રવાહ વહેવા લાગ્યો. આત્મવીર્ય સ્કુરાયમાન થયું, આત્માનંદ અનુભવાય. અનિત્યાદિ ભાવનાઓને વિચાર કરતાં કેવળ આત્મા એ જ સુખમય જણ, સંસાર કેવળ દુઃખમય અનુભવાય, કેમકે ઘણા જીવો આધિ, વ્યાધિ, ઉપાધિથી રીબાતા હેય તેમ દેખાયું. શાંતિને માટે આત્મજ્ઞાન અને સદ્વર્તન એ જ યોગ્ય જણાયાં. સંસારવાસથી વિરક્ત થઈ આવા શાંત અને નિજન પ્રદેશમાં જીવન ગાળવા તેનું મન લલચાયું. પણ પૂર્વ કર્મના ઉદય આગળ તેને આ અવસરે નમવું પડયું એટલે અમુક વખત સુધી પોતાના આ વિચારને મુલતવી રાખવો પડયો, છતાં તેને ઉત્સાહ પ્રબળ હતો. થોડા વખતની પણ નિઃસંગ અવસ્થામાં તેણે આ-- ભાને વિશેષ ઊજવળ કર્યો. ઉત્તમ આચાર, વિચારમાં કેટલોક વખત