________________
( ૧૦ )
ઉપર ચડતાં ઠેકાણે ઠેકાણે કાળા પથ્થરની સુંદર શિલાઓનાં આસને આજુબાજુ જોવામાં આવે છે. હંસ, સારસ, મયૂર, કોયલ વિગેરે નિર્દોષ આકાશચારી પક્ષીઓના મધુર સ્વરે પહાડની રમણિકતામાં વિશેષ વધારે કરી રહ્યાં છે. સાંસારિક તેમજ પારમાર્થિક સુખના ઈચ્છક એમ બને સ્વભાવના મનુષ્યોને આ પહાડ પરથી આનંદ મળે છે.
ધનપાળ પિતાના મિત્ર સાથે આ પહાડની સૌંદર્યતાને નિહાતો નિહાળતા તેના પહેલા શિખર પર આવ્યો. આ શિખર ઉપર બાળબ્રહ્મચારી, પવિત્ર ચારિત્રવાળા નેમનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. નેમનાથ પ્રભુ યાદવ વંશમાં ઉત્પન્ન થયેલ બાવીસમા તીર્થંકર છે. તે પ્રભુએ આ પહાડ ઉપર દીક્ષા(ચારિત્ર) અંગીકાર કરી હતી. કેવલજ્ઞાન પણ આ પહાડ ઉપર જ પામ્યા હતા અને નિર્વાણ (મેક્ષ) પણ અહીં જ પામ્યા છે. (હાલ પણ એ સ્થળની એવી માહિતગારી અપાય છે કે જેને લોક સહસાવન કહે છે ત્યાં તે પ્રભુએ દીક્ષા લીધી હતી. પહેલા શિખર પર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને પાંચમા શિખર પર નિર્વાણ પામ્યા છે.) ધનપાળ મિત્ર સહિત નેમનાથ પ્રભુના દર્શનાર્થે મુખ્ય મંદિર તરફ આવ્યો. મંદિરના મુખ્ય હારમાં પ્રવેશ કરતાં જ નિસિહિ-નિસિહિ-નિસિહિ એમ ત્રણ વાર શબ્દો ઉચ્ચાર કરતાં મન, વચન, શરીરથી સંસારના કે ઈ પણ કાર્યને ભગવાનના મંદિરમાં યાદ નહિં કરું. આ પ્રમાણે દઢ સંકલ્પ કરી મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યો. દૂરથી નેમનાથ પ્રભુની મૂર્તિને જોતાં જ મસ્તક નમાવી હાથ જોડી નમસ્કાર કર્યો. ઘણું નજીક નહિ તેવા ઘણા દૂર નહિં તેવા મધ્યમ અવગ્રહવાળા સ્થાને ભગવાનની જમણું બાજુ ઊભા રહી ગંભીર સ્વરે પ્રભુ ગુણ સંસયક અનેક સુંદર કાવ્યોથી સ્તુતિ કરી. ત્યારબાદ ત્રણ પ્રદક્ષિણું કરી શકસ્તવાદિકે ચૈત્ય વંદના કરી, દ્રવ્યરતવમાં શાંત ચિત્ત ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા કરી. પ્રભુ દર્શન, વંદન, સ્તવન, પૂજનથી પિતાના આત્માને કૃતાર્થ