________________
પ્રકરણ બીજું
રૈવતાચળને પહાડ અને સ્વાનુભવ
सारं सिद्धगिरेर्यदेव विदितं यन्नेमिनः स्वामिना, कंदर्पद्वीपदर्पमर्दनहरे/रावदातास्पदम् । यनिःसंख्यमहर्षिकेवलरमासंयोगसङ्केतभूस्तीर्थश्रीगिरिनारनाम तदिदं दिष्ट्या नमस्कुर्महे ॥
સિદ્ધગિરિના સારભૂત, કંદપ હાથીના દર્યને મર્દન કરવામાં સિંહ તુલ્ય નેમનાથસ્વામિથી પ્રખ્યાતિ પામેલા, વીર પુરુષોના ઉજ્જવળ ચરિત્રના સ્થાન સરખા અને અસંખ્ય મહર્ષિઓને કેવલ લક્ષ્મીના સંગના સંકેતિત સ્થાન સમાન, શ્રીમાન ગિરિનાર તીર્થને અમે આનંદથી નમસ્કાર કરીએ છીએ.
રૈવતાચળનો પહાડ સૌરાષ્ટ્ર (સેરઠ) દેશના પરમભૂષણરૂપે છે. તેને લઈને જ સોરઠ દેશ વિશેષ પ્રખ્યાતિ પામેલ છે. પહાડની શોભા અલૌકિક છે. તેનાં ઊંચાં શિખરે ઊંચાઈમાં જાણે આકાશ સાથે સ્પર્ધા કરતાં હોય તેમ દેખાય છે. નાના પ્રકારની વનસ્પતિના સમુદાયથી પહાડ છતાં તે દૈવિક બગીચાની શોભા આપે છે. વૃક્ષોની ઘાટી, નિકુંજે અને સુંદર હરીયાળો પ્રદેશ દેખનારના નેત્રોને ઠંડક આપે છે. સરિતાના ધોધની માફક ઉચ્ચ પ્રદેશથી પડતા ઝરણાના પ્રવાહે નિજન પ્રદેશમાં પણ ખળખળાટ શબ્દો કરી રહ્યાં છે. ગિરનારની ચારે બાજુ નાની નાની પણ સુંદર પહાડની હારો આવી રહી છે. તેના - મધ્યમાં થઇ ગિરનાર પર જવાનો રસ્તો હેવાથી, તે પહાડ એક સુંદર પહાડી કિલ્લાથી ધેરાયેલો હોય તેમ શોભા આપે છે. પહાડ