________________
રિશેખર
[[ ૩૫ સાધુ પુરૂષોના સમાગમની સુંદર સુપળોનું સદ્ભાગ્ય લાલચંદભાઈને પ્રાપ્ત થતું, બાળવયમાં પણ તેમનું બુદ્ધિ બાહુલ્ય અને નમ્રતા એટલી બધી નિઃસીમ ખીલેલી હતી કે જે જોઈ મુનિરાજે તેમને કહેતા કે જે તું સંયમ લે અને જૈનધર્મના શાસ્ત્રોનો ઉંડો અભ્યાસ કરે તે એક ધર્મને સારો પ્રચારક અને નેતા (Leader) બને ? અને જે ગુરૂને શિષ્ય થાય તે ગુરૂની પાટને પ્રભાવશાલી બનાવે. પ્રિય વાંચકગણ સહેલાઈથી સમ હશે કે ઝળકદાર ઉત્તમરત્ન ઝવેરીના હાથમાં જતાંજ તેના તેજથી અને જળહળતા પાણીથી અને તેની ઉચ્ચતાથી તરતજ કિંમત અંકાય છે. તેમ બાળવયમાં અનુક્રમે વૃદ્ધિ પામતા આપણા ચારિત્ર ભૂષણ પણ વિદ્વાનોની દૃષ્ટિમાં કિંમતી રત્નની જેમ અંકાયેલ હતા.
સાધુ જનની નિઃસ્વાર્થ સેવા અને નિઃસ્પૃહી અને નિરાલસપણે શ્રવણ કરેલ નિઃસ્પૃહીને ઉપદેશ નિષ્ફળ નિવડતાજ નથી. અર્થાત કદીને કદી જરૂર ફળદ્રુપ થાય છે. સુક્ષેત્ર હોય, ઉત્તમ બીજનું આરોપણ હોય અને તેનો પાલક જલસિંચક અનુભવીને દક્ષ હાય તે તે બીજને અંકુરીત થઈ ફળદ્રુપ થતાં વિલંબ શેને હોય?
ન્યાયાંનિધિ પાંચાલદેશો ( Punjab ) દ્ધારક શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ ઉર્ફે આત્મારામજી મહારાજના ભાવી પટ્ટાલંકાર નિઃસ્પૃહ ચૂડામણિ શ્રીમદ્ કમળવિજયજી મહારાજ સંવત ૧૯૫૪ માં શ્રી ભોયણજી તીર્થની યાત્રા કરી સસ્વાગત બાલ શાસનમાં પધાર્યા. તેઓશ્રીની પ્રતિદિન ચાલતી મધુરી અને વૈરાગ્યમય વાણીનું શ્રોતૃવૃન્દ ઘણીજ પ્રીતિથી પાન કરતે હતે. લાલચંદભાઈ પણ તે મહાત્માની હદય દ્રાવીણી વાણીનું શ્રવણ કરતા અને અન્ય સમયમાં પણ તેઓના પરિચયની સૌરભતાથી સુવાસિત બનતા જતા હતા. નિરાકાંક્ષી સંતને ક્ષણભરને સંગ જીવનવહેણમાં નવ ચિતન્યરસને વહેવડાવનાર બને છે. કહેવત છે કે સેબત તેવી અસર થાય છે,