________________
૬૪ ]
કવિકુલકિરીટ ઉડાવી નાંખવા આ મનોવેગી પ્રેરણા નથી. આપણે તે શત્રુઓના હાથમાં ગયેલું આપણું ઝૌહર હસ્તગત કરવું છે એ ચેકસ માનજે. આપણે તે અજબ ક્ષમાશસ્ત્રધારી બની કર્મના જંગમાં હત્યાકાંડની રેલમછેલ પ્રસાર્યા સિવાય વિજયધ્વજ ફરકાવવો છે.
હૃદયમાં કાતરી રાખજે કે ધીરતા આપણી માતા છે. નમ્રતા એ આપણી સુંદર સુકમળ સેજ છે. સહિષ્ણુતા એ કાર્યક્ષેત્રની કાર્યદક્ષ માટે સુંદર ભૂમિકા છે. અને ઐક્ય એ અંતરનું સાધ્ય ચેય છે. વચનપિયૂષ –
આચાર્ય દેવ વિચારે છે કે, આ બાળક અનુભવમાં કુશળ છે. બુદ્ધિમાં વિશારદ, હિંમતમાં શરીર અને ભાવનામાં દઢ મૂલ છે. આવા બાળકને ગમે તે ભોગે જે પ્રજિત કરવામાં આવે તે ભાવિમાં શાસનને ઉદ્યોત કરી શકે.
આ ઉદ્દેશથી તેઓશ્રીએ ગંભીર આકૃતિથી અને સૌમ્ય વચનેથી પ્રાસંગિક ઉપદેશ આપે. અનાદિકાળથી આત્માને કર્મવાસનાના પાસે બહુજ ગાઢ જકડાયેલા છે. તે પાશોને તેડી સંયમની ભાવના રાખનાર વ્યક્તિઓને ઘણીજ વિઘ પરંપરા વટાવવી પડે છે.
જળમાં ઉંડે ઉતરેલો માનવ તરણ ક્રિયાથી બહાર આવવા મથે પણ મધ્યમાં બહાર નીકળતા વિકરાળ મગરમ આદિ જળજંતુએને ભક્ષ્ય બને તે સ્વધ્યેય સિદ્ધ કરવું દુ:શક્ય થાય છે. સંસારસાગર ઘણે ઉંડે છે. તેને વિસ્તાર એ ઘણું જ અઘરું કાર્ય છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી નિસ્તાર ક્રિયામાં સાવચેત રહેવું. કુટુંબનેહ, ધનવ્યાહ, મિત્રસંગત આદિ ખડગેરૂપ છે. તેઓની પ્રેમાર્દવાણી હૃદય ભેદનારી હોય છે. પણ ખ્યાલ રાખવો કે, એ બધી સ્વાર્થોની ચેષ્ટાઓ સિવાય બીજું કાંઈ નથી. પુત્ર દેશાવર જાય, વેપારમાં ખુવાર થાય, વિચિત્ર વ્યસનેમાં અંધ થઈ, તન, ધન અને આબરૂને બરબાદ કરે,