________________
સરિશેખર
૮૭ જનતાને ઉત્સાહ પણ વધતે ગયે અને કદીપણ નહિ સાંભળેલું પરમપુનિત ચારે અનુગથી ભરપુર શ્રી ભગવતીજી સૂત્ર વાંચવાને નિર્ણય થયો. પુનીત ભગવતીજી સૂત્ર સંબંધી સઘળે ખર્ચ શા. કુબેરભાઈ નથુભાઈએ ઉદારતા વાપરી સ્વીકાર્યો. સૂત્ર પ્રારંભ દિવસ નિર્ણય થતા અખિલ જૈન કેમ હર્ષ ગરકાવ બની. સૂત્રના બહુ માનાર્થે અને ભક્તિ નિમિત્તે એક ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યું હતું, જે વરઘેડે ઈડર શહેરના મુખ્ય લત્તાઓમાં ફરી ઉપાશ્રયે આવ્યો અને આચાર્ય દેવેશને કુબેરભાઈએ ભગવતી સૂત્ર વહેરાવ્યું હતું. મહાન સૂત્રને સંભળાવનાર મહાન પુરૂષને મેળ અને તેમાં પણ વર્ષોના આંતરે આ મહામુલ–સુપ્રસંગ અત્રેની જનતાને સાંપડતા બાલ કે યુવાન આધેડ કે વૃદ્ધ સૌ કોઈ હર્ષદરમાં ગુંથાઈ જયનાદના ગુંજારથી ઉપાશ્રયને ગુંજાવતા ચરિત્રનેતા સન્મુખ સૂત્ર શ્રવણ કરવા દત્તચિત્ત થયા. કુબેરભાઈના તરફથી સાચા મેતીને ખાસ તૈયાર કરાવેલ સુંદર સાથીઓ કરાવી સુત્રના બહુ માનાર્થે ચઢાવ્ય. ચાર મહીના સુધી રજની પ્રભાવનાઓ નેધાઈ
પૂ. આચાર્ય દેવેશે મધુર મંગળાચરણ પૂર્વક સૂત્રને પ્રારંભ કર્યો. મંગળાચરણના શ્લેકમાં કેટલાક દિવસો સુધી ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ દલીલે, દષ્ટાંત, ઘટનાઓ અને વિચારણા ચાલી. કેટલેક વર્ગ એમ માનતે કે આવા મહાન સૂત્રને સમજવાની હમારામાં સમર્થતા નથી. પણ કર્ણ અને ચિત્તને પાવન કરીશું પરંતુ એ ભ્રમણને આચાર્ય દેશની સૌ કઇ સમજી શકે એવી સુંદર શૈલીથી થતી સૂત્રની વ્યાખ્યાએ નિર્મૂળ કરી અને ખરેજ કર્ણચિત્ત અને આત્માની પવિત્રતા વધવા લાગી. વિશેષ તાજુબીની વાત તે એ છે કે કદી પણ વ્યાખ્યાનમાં નહિ આવતે એ કેટલેક વર્ગ પ્રતિદિન હૃદયની પ્રેરણાથી સમયસર હાજર થતા. એટલું જ નહિ પણ કેટલાકેના હૃદયમાં જડ ઘાલી બેઠેલી મિથ્યાપ્રવૃત્તિઓ, કુસંસ્કાર અને શ્રદ્ધાની શિથિલતા દૂર કરી સુપ્રવૃત્તિમાં, સુસંસ્કારમાં અને સુશ્રદ્ધામાં તેઓને મજબુત બનાવ્યા.