Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 484
________________ શાસન નૈયાને સુસ્થિર બનાવવામાં સક્રિયતાથી શક્ય ઉપાયે આદર્યા છે, અને આદરે છે. ચરિત્રનેતાના જીવનકવનમાં એવા અનેક પ્રસંગે બન્યા છે કે, કેટલાક ગામડાઓના ઠાકરે, અને કેટલાક તાલુકાના હિરસેદાર નરેશ ચરિત્રનેતાની સંગતમાં આવતાં દયાધર્મના પાલક બન્યા છે, જેના પ્રતાપે હજારે મુંગા પ્રાણુઓને અભયદાન મલી રહ્યું છે, એટલું જ નહીં પણ તે પ્રતિબંધિત નરેશ સદાચારી અને ધર્મવૃત્તિમય જીવન જીવી માનવભવને યત્કિચીત સાર્થક બનાવી રહ્યા છે. કટસણ નરેશ તસિંહજી, મોગર નરેશ, ઉમેટા નરેશ, દાહોદ, હિંમતપુર વિગેરે ગામના ઠાકોરે ચરિત્રનેતાના હૃદયંગમ દયાવણી ઉપદેશથી દયાના સુમંત્ર જપતા બન્યા છે. તેમજ પિતાની હદના સીમાડામાં, તલામાં ધર્મપર્વના દિવસોમાં થતી હિંસાને સપ્તાઈ ભર્યા રાજફરમાનથી નાબુદ કરી છે, અને તે તે નરેશે માંસાહારના તેમજ મદ્યપાનના પરિત્યાગી પણ થયા છે. ચરિત્રનાયકની વિશુદ્ધ પ્રવૃત્તિઓ પ્રતિ અને નિર્દોષ ચારિત્ર પ્રતિ તે ભક્ત નરેશેને કેટલે અમાપ વાત્સલ્ય ભાવ છે, તેને જણાવનાર એકજ પ્રસંગ ઘણોજ પ્રબલા થઈ રહેશે; જ્યારે ચરિત્રનેતાને સ્વગુરૂદેવના વરદહસ્તે આચાર્યપદપ્રદાન કરવામાં આવ્યું, તદવસરે કટોસણ નરેશ તખ્રસિંહજી મહારાજાએ મેટા પ્રમાણમાં દ્રવ્ય-રકમ મકલી ખુશાલી દર્શાવી, જે કે જૈન ત્યાગી મહાત્માઓ અકિંચન ભાવને ભજતા હેઇ દ્રવ્ય કેમ રાખી શકે એટલે તે ધર્મપ્રેમી નરેશને તેઓને સિરપાવ માને કે હૃદયગત સદ્દભાવ માને. છાણના શ્રાવક સંઘે તેઓશ્રીએ મેલેલ રકમને પાછી મેકલી આપી. દયાળ અને ગુરૂ પ્રેમી ઠાકર તસિંહજીએ પાછી આવેલ રકમને ધર્મકાર્યમાં વાપરી, રકમ પાછી મોકલવાને હેતુ એટલેજ કે તેઓ ત્યાગી ગુરૂઓ પ્રતિ બેટી ભ્રમણામાં ન પડે. વાંચક આવા તે અનેક પ્રસંગથી સમજી શકો હશે કે જરૂર ચરિત્રનેતાના પ્રતિ અનેક નરેશને કે સદભાવ છે.

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502