________________
દુન્યવી કળાઓ અને તેની કુશલતા સહવાસીઓના સંગથી સહેજે જન્મે છે. પરંતુ દૈવિક કલાઓ તે જન્માક્તરીય ઉચ્ચ સંસ્કારના પ્રતાપે સ્વાયત્ત થાય છે. દિય કવિતા કલા એ કોઈ વિરલ પુણ્યશાલી જમાંજ નીહાળાય છે જો કે આ જમાનામાં દેખાદેખીથી ઘણાઓએ કવિતા તથા સ્તવને રચવાનો પ્રયાસ કર્યો છે. એમ કહીએ તે ચાલી શકે. સાચે જ તેમાં સ્વતંત્ર ઉપકારક કવિઓ તે અલ્પજ નજરે ચઢે છે. માત્ર સ્વબુદ્ધિબલથી હૃદયગત સુવિચારેની ઉર્મિથી દેવાધિદેવની ભક્તિ, વૈરાગ્ય, અને તત્ત્વપીયૂષ વાહિની કવિતાઓ રચે છે; તેઓ કવિકુલેમાં ઉચ્ચ પદે ઓળખાય છે. આ
પૂજ્યપાદ ચરિત્ર નાયક બાલવયથી જ કવિત્વ કલાની દિશામાં વિજય મેલવતા આવ્યા છે. તેમાં આજના વિલાસી, મછલી, શોખીલા જમાનામાં ઉછલતા યુવકને સુબોધક પ્રભુ ભક્તિના સ્તવનો રચી જે કેઈએ ધર્મ પ્રવાહમાં યોજ્યા હોય તે તે આપણું ચરિત્ર નાયકની ખ્યાતિ છે. અરે આપના ચરિત્ર નાયકની ભાવ ભરી કવિતાઓ એટલી બધી તે સહકાર પામી છે કે જ્યાં જૈનનું મંદિર હોય ત્યાં કોઈને કોઈએ કૃતિઓ દ્વારા પ્રભુ ભક્તિ કરતે દેખાય છે. ચરિત્રનેતાની કૃતિઓમાં સહેજે સારલ્ય, શબ્દ લાલિત્ય, પ્રાસ રમુજ, વિવિધવણે લગને અને સુમુહુરતા ઝળકી ઉઠે છે. શૃંગારિક કૃતિઓ જે રાગમાં હતી, તેને પ્રભુભક્તિ અને વૈરાગ્ય રસમયમાં ફેરવી મેહક કૃતિઓ રચી ખરેખર ચરિત્રનેતાએ સન્માર્ગમાં સમાજને દેર્યો છે. ચરિત્રનેતાની સુમનહર કૃતિઓથી ભરપૂર ચાલું જમાનાને અનુફલ સ્તવને, પદ આદિથી સુશોભિત અનેકઃ નૂતન સ્તવનાવલિના નામથી બહાર પડીઓ પડી છે અને છેલ્લા પાંચ સાત વર્ષોમાં તે લગભગ ૧૯-૨૦ આવૃત્તિ પ્રચાર થવા પામી છતાંય તેની માગણી તે એટલી ને એટલી ચાલુ છે. એ શું ચરિત્રનેતામાં રહેલ અદ્વિતીય કવિત્વ કૌશલ્યને યશવાદ નથી? પ્રાચીન કે નવીન સે વર્ષોમાં બહાર નહીં પડેલ એવા સંગીત શાસ્ત્રીય પદ્ધતિના રાગ અને રાગણીઓમય ગતવર્ષે (૧૯૯૩) ની સાલમાં ચરિત્રનાયકે