Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 490
________________ અને શંખલાબદ્ધ ભાષામાં ચરિત્ર નેતાના વરદ હસ્તે ઉદાત્ત બુદ્ધિએ આલેખાયા છે, જે અતીવ ઉપકારી થઈ પડ્યા છે. જે હિન્દી ભાષાને અને ઊર્દૂ ભાષાને તેમજ ગુર્જર ભાધાને ચરિક નેતાએ કાબુ મેલાવ્યું છે. તેજ કાબુ સંસ્કૃત ભાષાને પણું લખવામાં અને બેલવામાંય મેળવ્યો હતો. પદ અને ગઘબંધ સંસ્કૃત ભાષામાંય, પણ ચરિત્ર નેતાએ અનેક ધર્મ ગ્રન્થ ગુંચ્યા છે વૈરાગ્ય રસ મંજરી” “મેરૂ યોદશી કથા” “તત્ત્વન્યાય” વિભાકર તથા તેની પજ્ઞવાટીકા ચન્યવન્દન ચતુર્વિશતિ આદિ ગ્રંથે અવલોકતાં વાંચકને હેજે ચરિત્રનેતાની સંસ્કૃત ભાષાના તથા ન્યાયના પરિજ્ઞાનને અવબોધ થાય છે, પઠન પાઠનની પ્રવૃત્તિઓમાં, જુદી જુદી ભાષાઓમાં થતા વ્યાખ્યાનોના પ્રસંગોમાં ચરિત્રનેતાને અનેક ભાષાને કાબુ ઝળકી ઊઠે છે. નિ:સ્પૃહતા– જગભરના જંતુઓને આકર્ષણ કરવામાં નિઃસ્પૃહી વ્યક્તિ પ્રથમ નંબરે ગણાય ચરિત્ર નેતામાં નિસ્પૃહતાને ગુણ તે અજબ જડાઈ ગયેલ છે ભલે શ્રીમંત નમી નમીને ચતુરાઈ ભરી ચાપલુસીઓ કરતા હોય છતાંય ચરિત્ર નાયક જે તે શાસ્ત્રવિહિત ન હોય તે તેઓની પરવા રાખ્યા સિવાય સ્પષ્ટરીત્યા વિરોધ જાહેર કરે છે, અને સત્ય પંથથી તેઓને પણ વાકેફ બનાવે છે કંગાલવ્યક્તિ પણ ચરિત્રનેતાની નિશ્રામાં આવતાં સંતોષથી પ્રસન્ન થઈ ધર્મતત્ત્વને મેળવી જાય છે. શ્રીમ તેની સહમાં કે ગરીબની બે પરવાઈમાં ન તણાતાં આત્મ ધર્મ કાળજીપૂર્વક સાચવવા ચરિત્રનેતા અજબ શૈલીથી વતી રહ્યા છે. ત્યાગી પુરૂષનું એજ ભૂષણ છે કે સમતેલ વૃત્તિઓ અને નિઃસ્પૃહતાથી સમ્યક પંથને પ્રરૂપ અનેકધા ચરિત્ર નેતાના સહવાસીઓને એ અનુભવાય છે સ્પષ્ટ ભાષિતા, નીડરતા, અને નિઃસ્પૃહતા આ ત્રણેય ગુણે સહેદર સમા ચરિત્ર નેતાના જીવનમાં ઝળકી ઉઠે છે.

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502