________________
વરદ હાથમાં કોઈ અનેરી ચમત્કારિતા અનેક સ્થલે અનુભવાય છે.
જ્યાં જ્યાં ચરિત્ર નેતાના વરદ હસ્તે પ્રતિદિ મહોત્સવ થયા છે અને થાય છે તે હરેક થેલેમાં અનુપમ આનંદની લહેરે ઊડે છે. જનતાને ધર્મ પ્રેમ વધતું જાય છે. કેટલાક ભક્તજને ચરિત્ર નાયકને લબ્ધિના ભંડારરૂપ ઓળખે છે. સુકાના પ્રસંગમાં ચરિત્ર–નેતાની નિશ્રામાં હજારે માનને સાગર ઊભરાતે હોવા છતાંય કોઈને કાંઈ પણ ઈજા ન થાય, મહાન મહત્સવ નિર્વિને પસાર થાય, એ ચરિત્ર નાયકની પુણ્યપ્રભાવને આભારી છે. સુરત નિવાસી ઝવેરી શા. મેતીચંદભાઈ અઢળક લક્ષ્મીને ત્યાગ કરી ભર યુવાનીમાં સંયમ સ્વીકાર્યું અને ચરિત્ર નેતાના શિષ્ય મુનિરાજ શ્રી પ્રવીણ વિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા છે. જેના મસ્તક પર અનેકશઃ દિવ્ય વાસક્ષેપ તથા અક્ષતે અનાયાસે પડે છે. જે હજારે માનએ, સેંકડો મુનિવરોએ નરી આંખે નીહાળ્યા છે. પણું વિશિષ્ટતા એ જણાવવાની છે કે તેઓની દીક્ષા બાદ કેટલાક વર્ષોથી આપણું ચરિત્ર નાયકના મસ્તક પર પણ સુપ્રસંગમાં વાસક્ષેપ તથા અક્ષત અનાયાસે પડે છે. મતલબ કે ચરિત્રનેતા પણ એવા પુણ્ય પ્રભાવક છે કે હરેક સુકાર્યોમાં જરૂર અદશ્ય દિવ્ય મદદથી નિર્વિઘ્ન વિજય મેળવે છે.
ગ્રંથ ગુફને અને ભાષાઓને કાબુ
- સુંદર અને વિશાલ સમૃદ્ધ અને વિપુલ સાહિત્ય ક્ષેત્રમાં વિદ્વાન વર્ગ જુદી જુદી ભાષાના નવા આલેખનથી રહસ્યમય જ્ઞાનના પ્રતિબિબો પ્રચારે છે. અને તે સુસાહિત્યના અવલેકનથી જનતા ચિરસ્થાયી લાભ ઉઠાવી શકે છે. કૃપણનું ધન તીજોરીમાં જ રહે છે, અને તે અંગારા થઈ નાશ થાય છે. પણ ઊદારવૃત્તિ મહાશયેનું ધન અનેક સુક્ષેત્રમાં વ્યય થાય છે. તેવી રીતે વિશાલ–મતિ વિબુધ વર્ગ ઊપકારને ઊદાર ભાવનાથી અગણ્ય પરિશ્રમ વેઠી નાના ગ્રન્થનું વિવિધ તત્ત્વમય