________________
હે ચેતન ! જનધર્મને વાસ, પૂર્ણ કરે છે આશ હરે છે જગત્રાસ અને મેહજાલના પાશ, સજજને એ સમજે ખાસ તે પછી અખિલ જગ બનશે તમારૂં દાસ. ૧૦.
હૃદયમાં રાખે રહેમ, હટશે ખોટ વહેમ, એ છે ધમની નેમ જે એ રાખે તે બનશે કુશલક્ષેમ. ૧૧. - તેઓજ શિરતાજ બને છે કે જેઓ જીનરાજ ભજે છે તે જ તારાજ અને નારાજ બન્યા છે કે જેઓને નથી મલ્યા છનદેવસમા મહારાજ. ૧૨.
વિકરાલ કાલની કરવાલ હરવી હોય તે ન બને કંગાળ ઉદ્યો અને હરે અંજાલ. ૧૩.
જેને જનધર્મ રૂચે તે ન સંસારમાં ખુંચે. ૧૪.
વૈરાગ્યભાવ હૃદયમાં વસાવ સુક્ષ્મમતિથી છન તને ઠસાવો તે સંસારમાં ન ફસાવે. ૧૫.
જે થયા ઉદ્દામવાદી તે ગણાશે ઉન્માદી અને જે બન્યા સિદ્ધાન્તવાદી તે મેલવશે આઝાદી અને આબાદી ખરેજ એ પ્રથા છે સિધી સાદી. ૧૬.
તમે આકૃતિના છે તે માનવ પણ આસુરી પ્રવૃત્તિઓથી ન બનશે દાનવ. ૧૭.
જ્યારે વૈરાગ્ય ફાટક મળે ત્યારે વિષય ત્રાટક ટળે જ્યારે જનદેવ સન્મુખ ધર્મનાટક ભળે તે તે વ્યક્તિએ મુક્તિ હાટકને કળે. ૧૮.
જનધર્મનું મૂલ, હરે છે કર્મ શૂલ, ઊજવાલે કુલ, અને બનાવે છે અતુલ, ધર્મરસિક વ્યક્તિના દુઃખ થાય ફુલ, ઉડી જાય મેહ ધૂલ, અને ખીલે આત્મગુણનાં પુલ. ૧૯.
ધર્મનું પેણ, કરે કર્મનું શોષણ ૨૦.