________________
સહજાનંદ અને શાશ્વત સુખના સુચિર સંગે પ્રતિ યોજે છે. માનવ માત્ર ઉપકારી જ હોય એમ બનતું જ નથી. માનવ માત્ર પુરૂષાથી અને સત્ય પંથમાંજ વિચરે એમ પણ નથી જ, હા જરૂર હજારે માનવમાં અંગુલિ ગણ્ય માનવેજ આદર્શ જીવન જીવી, અનેકેને તે જીવને જીવતાં શીખવે છે. ડગલે ને પગલે કંકરે નિહલાય છે, પણ નિધાનતે કવચિત્ જ અને તેય પણ ભાગ્યવંતને નજરે ચઢે છે. "
જીવનદેર ગુંચવાડા ભર્યો છે એને અટપટી ભૂલ ભૂલામણું કહીએ તે પણ ચાલી શકે. ખરેખર આ જીવનદરથી મુક્ત બની નિવૃત્ત જીવન જીવવું, સ્નેહીઓની, મહજન્ય પદાર્થોની પ્રીતિ તેડવી, આનંદ ધામ ત્યાગ જીવન સ્વીકારવું, એ શું શેડી જહેમત છે? અને આત્મિક પરિબલ સિવાય સાંસારિક વિષય વાસના ત્યાગવી એ અશક્ય છે. પૂર્વ જન્મના સંસ્કાર, પરંપરાગત સુકુલને ધમ પડધે, સુસાથીદારની પ્રેરવી તેમાંય સદગુરૂની સંગતની રંગત અજબ મક્કમ બનાવે છે. ચાહે બાલ હય, ચાહે યુવક હોય કે ચાહે વૃદ્ધ હોય; હરેકને વૈરાગ્યનાં ઝરણાંથી દિલ ભીંજાતાં સંસાર ભયંકર અને કારાગાર ભાસે છે. તેને ત્યાગવા મુમુક્ષ એક દિલે બને છે, વૈરાગ્યની વાસના પહેલાં જે સંગે, સ્નેહીઓના સંલાપ, વિલાસમય વાતાવરણ, દિલને ખેંચે છે, તે બધાય સાધને સક્ષુબ્ધતા પેદા કરે છે, અને વૈરાગી પુરૂષ તક્ષણ તે બધાયને પરિત્યાગ કરે છે. લધુવયમાંય અજબ હીંમત–
આપણે જે પુણ્ય પ્રતીક જૈનાચાર્ય વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું જીવન વૃત્તાંત આલેખી ગયા તે મહાત્માનાં બાલવયથી જ જ્ઞાન અને વૈરાગ્ય નેત્ર ખૂલી ગયાં હતાં. સુભાવનાઓની ખુશબ તેઓના હૃદયપટમાં વ્યાપી ગઈ હતી. ખરેખર ચરિત્રનાયકની બાલવય હેવા છતાંય સગુણેના સંચયથી, કુશાગ્ર તીવ્ર મતિથી અને આદર્શ અનુભવમય આચરણથી વૃદ્ધ વયજ ભાસતી હતી.