________________
ઉચ્ચતા દિલભર મેળવી, સંયમની નિરતિચાર પાલનતા, તારક ગુરૂદેવની સેવા અને આજ્ઞાની આરાધકતા, વિવિધજ્ઞાન મેળવવામાં હૃદયની ખંત ચરિત્રનાયકમાં અજબ તેજવતી બનતી ગઈ. જેમ જેમ સહસ્ત્રાંશુ એમપંથમાં આગળ ધપે છે તેમ તેમ વિશેષ તેજસ્વી બનતું જાય છે, મણિ પાષાણ પર ઘસાય તેમ વિશેષ પ્રકાશનાં કિરણો ફેલાવે છે, સ્વર્ણ જેમ જેમ અગ્નિમાં તપે તેમ તેમ વિશુદ્ધ બનતું જાય છે, તેવી રીતે ચરિત્રનાયકને જેમ જેમ સંયમ પર્યાય વધતે ગયો તેમ તેમ મને નિગ્રહતા, સહિષ્ણુતા, ગંભીરતા, ઉદારતા અને સાધકતા તેમજ શાસન પ્રભાવના ફેલાવવાની સુભાવના, આદિ સદ્દગુણે જેઓના જીવનમાં ઝળકવા લાગ્યા. દિન પ્રતિદિન સર્વ મુખી શક્તિઓની ખીલવટ થઈ. મતિને મધ્ય
નાનકડું નાવ આબાદ હેય, સુકાની કુશલ હેય તે મહાન સાગર પણ તરી જવાય છે. કિનારાની બહાર અને મેજ મનગમતી લુંટાય છે, તેમ અજબ અને અકુંઠિત બુદ્ધિ તૈયાથી પ્રતિભાશાલી પુરૂષ શાસ્ત્ર સિધું અનાયાસે તરે છે; સાચેજ મતિનું માર્જન શાસ્ત્રાવગાહનથી થાય છે. સ્વગુરૂદેવની નિશ્રામાં ચરિત્રનાયકે આ સંયમ પર્યાયથી લઈને કુશાગ્રમતિ અને શસ્તસ્મરણ શક્તિદ્વારા અનેક પ્રકરણ , વ્યાકરણગ્રન્થ, તેમજ આગમગ્રન્થ ટુંક સમયમાં પણ ચક્કસ રૂપે અભ્યાસ કરી સ્વાયત્ત ર્યા. એટલું જ નહિં પરંતુ જેમ ઉદાર વ્યકિત લક્ષ્મી મેલવતાં સાથે સાથે દાનશાલા ખેલવા પ્રેરાય છે; તેવી રીતે ચરિત્રનેતા પણ વિશદ મતિથી વિવિધ તત્વજ્ઞાન મેળવતા ગયા તેમ તેમ અનેક સાધુઓને અને સદ્દગૃહસ્થને પાઠન પ્રસંગમાં ઉદારતાથી તત્ત્વજ્ઞાનનું દાન આપતા ગયા, જેથી ગ્રહણ કરેલું તત્ત્વજ્ઞાન સ્કુરાયમાન થતું ગયું. નવું જ્ઞાન મેળવવા, નવીન શાસ્ત્રો અવલોવા, અનેક ગહન વિષયને સુગમ બનાવી અને સમજાવવા, ચરિત્ર