Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 477
________________ કુદરતની મહેર– હજારે માનવ અનેકાનેક ઉપાયોથી શરીર સ્વસ્થ રાખવા મથે છે. સુમધુર સ્વર બનાવવા અનેક ઉપાય શોચે છે. છાતીબળ અને નીડરતા પ્રાપ્ત કરવા મહાન દ્ધાઓના જીવનવૃત્તાન્ત અવલેકે છે. આ બધુંય કરવાની જરૂર શા માટે? તે તે સમૃદ્ધિઓ સહજ રીતે નથી સાંપડી માટેજને? જે વૃક્ષ, વિના જલસિંચને ફળદ્રુપ બનતું હોય, શીતલ છાયા વિસ્તારતું હોય, તેને જલસિંચન નથી જ કરવું પડતું. ચરિત્રનેતા આચાર્ય મહારાજને શારીરિક અનુકૂલતા બાલવયથી જ સંલબ્ધ થયેલ છે. જેઓની ભરાવદાર મુખાકૃતિ ધર્મબુદ્ધિ અને વૈરાગ્ય વેલને દર્શન માત્રથી વિસ્તરે છે. ચરિત્રનેતાને સ્વર કુદરતી જ સુમધુર, ગંભીર અને બુલંદ છે, છાતીબલ અને નીડરતા પૂર્વસંસ્કારથી આપોઆપ જ સર્જાયેલી અનુભવાય છે. એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે ચરિત્રનાયકે મુલ્તાન શહેરમાં ચતુર્માસ કર્યું, તે દરમ્યાન ધર્મ વિષયક જાહેર ભાષણે થતાં મુસ્લીમે તેમજ અન્ય જાટકેમ તે ભાષણને લાભ લેતી. અરે કેટલાક જૈનધર્મના કદર શત્રુએ પણ ચરિત્રનાયકને મધુર સ્વર સાંભળતાંજ આકર્ષાતા ! અને બેલતા કે, આપણે જૈનધર્મનું કોઈપણ સ્વીકારવું નહિ, પણ એ વ્યાખ્યાનકાર મહાત્માના સુમધુર સ્વરથી ઉચ્ચારણ થતા ગ્લૅક સાંભળી લેવા; માત્ર સુસ્વરથી આકર્ષાઈ સેંકડે અનાર્યજને ભાષણ શ્રવણું કરવા આવતાં અહિંસા ધર્મને સમજ્યા અને તેના પાલક બન્યા. ધર્મોપદેશક પુરૂષને સ્વરની મધુરતા, છાતીનુંબલ, તત્ત્વાવવાહિની બુદ્ધિ, એ કુદરતેજ બક્ષીસ હેય તે મહાન ઉપકાર વિસ્તારે છે, ચરિત્રનાયકમાં

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502